તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:વ્યારામાં ખુલ્લી લિફ્ટમાંથી 35 ફૂટ નીચે પટકાતાં ઘવાયેલા યુવકનું મોત

વ્યારા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાનપુરા વિસ્તારમાં નવા મકાનની કામગીરી દરમિયાન બનેલી દુર્ઘટના

વ્યારા કાનપુરા વિસ્તારમાં નવા બનતા મકાનની નવી લિફ્ટ પાસે કામ કરતા એક 25 વર્ષીય યુવક લિફ્ટ પાસે ઉભો હતો. જે દરમિયાન લિફ્ટના ખાનામાં ટેકો લેતા અચાનક યુવક પડી જતા ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.વ્યારા કાનપુરા વિસ્તારમાં વિજય ભાઈ શાહ નાનવા બનતા મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે.

જે મકાન માં કામ કરતા મૂળ રાજસ્થાનના રહેવાસી મહેશભાઈ રેગર ( ઉંમર 25 રહે. કાનુપૂરા વ્યારા) મકાનમાં પ્લાઇવુડના દરવાજાને ટેકો દઈ ઉભા હતા. ત્યારે લિફ્ટની ખુલ્લી જગ્યામાં આશરે પાંત્રીસ ફૂટ નીચે પડી જતા માથા તેમજ શરીર ના ભાગે ગંભીર ઇજા પહોચી હતી.સ્થાનિક દ્વારા તમને સારવાર માટે લઈ જાય તે પેહલા ગંભીર ઇજા ના કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેને લઈ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...