નિમણૂંક / સરકારી વિભાગમાં પરીક્ષાના વાંકે ભરતી પ્રક્રિયા લટકી પડી

The crooked recruitment process in the government department hung in the balance
X
The crooked recruitment process in the government department hung in the balance

  • કેટલાક ઉમેદવારને માત્ર નિમણૂંક જ આપવાની બાકી

દિવ્ય ભાસ્કર

Jul 02, 2020, 04:00 AM IST

વ્યારા. છેલ્લા ચાર વર્ષ થી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી સરકારી સ્પર્ધત્મક પરીક્ષા કોઈ ના કોઈ કારણ સર અટકાવી દેવાઈ છે. કેટલીક ભરતીની પક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. ફક્ત નિમણુંક બાકી છે.જે બાબતે સરકાર દ્વારા ગંભીરતા દાખવી ઉમેદવારની મુશ્કેલીઓ દૂર કરે એ માટે ડોલવાણ મામલતદારને રજુઆત કરી હતી.

પરીક્ષાઓનું નોટિફિકેશન બહુ લાંબા સમયથી આવી ચુકેલ છે
આ અંગે  કરેલી રજુઆતમાં જણાવ્યા મુજબ  ઘણા લાંબા સમયથી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓને કોઇને કોઇ કારણસર અટકાવી દેવાઈ છે અમુક વ્યક્તિઓ એવી છે કે જે ઘણા મહિનાઓથી તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ફક્ત નિમણૂક આપવાની બાકી છે, તો સરકાર દ્વારા કોઈ ધ્યાન અપાતું નથી અમુક ભરતીએ પ્રકારે છે જેમાં સરકારી પરીક્ષાઓનું નોટિફિકેશન બહુ લાંબા સમયથી આવી ચુકેલ છે. 

વિવિધ મુદ્દાઓને માંગણીઓ પણ રજૂઆત કરાઇ
ભરતી જાહેરાત પણ થઈ ચૂકી છે અને સરકારી ઢીલાશના  કારણે ફક્ત પરીક્ષા લેવાની બાકી છે. કોઈ નિશ્ચિત તારીખ આપવામાં આવતી નથી જેના કારણે ગુજરાતનું યુવાધન બેરોજગારીના ઓછાયા હેઠળ જીવી રહ્યો છે શિક્ષિત બેરોજગાર યુવાનો ભાવ અત્યારે 18 થઇ ગયો છે છેલ્લા બે-ત્રણ વર્ષથી બેરોજગાર બેસી રહ્યા છે. તાકીદે આ બાબતે પગલાં ભરો એ માટે રજૂઆત કરી હતી સાથે વિવિધ મુદ્દાઓને માંગણીઓ પણ રજૂઆત કરાઇ હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી