તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વ્યારામાં નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે.તાપી જિલ્લાના કુલ 40 ભાઈ- બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અને વડાપ્રધાનનો કાર્યક્રમ લાઈવ નિહાળ્યો હતો. આ કેન્દ્ર દ્વારા કિસાન અને વિજ્ઞાન દિવસની ઉજવણી તથા PM- કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં સીધાં નાણાં જમા થાય તે માટેનો ઓનલાઈન કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , તાપીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો . સી . ડી . પંડ્યા એ બધાં ખેડૂતોને આવકારી આજના દિવસના કાર્યક્રમોનું મહત્વ સમજાવ્યું હતું. ડો. પંડ્યાએ જણાવ્યું હતું કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈનો જનમ દિવસ કિસાન અને વિજ્ઞાન દિવસની ઉજવણી રૂપે ઉજવવામાં આવી રહ્યો છે.
ખેડૂતો પોતાની ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતી- ખર્ચ ઘટાડી ઉત્પાદન વધારે તથા આવક વધુ મેળવે તે બાબતે ખેડૂતોને હાંકલ કરી હતી. ઢોડિયા, વૈજ્ઞાનિક (કૃષિ વિસ્તરણ) એ ખેતીવાડીમાં ICTનો ઉપયોગ કરી કેવી રીતે ખેતીની જાણકારી મેળવવી તે વિશે વિગતવાર સમજ આપી હતી અને કૃષિક્ષેત્રમાં વિજ્ઞાનનો સમન્વય કરીને ખેડૂતોને ઉત્પાદન અને આવક વધારવા પ્રોત્સાહિત કર્યા હતાં પ્રો. કે. એન. રણા વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) એ શિયાળુ પાકોમાં વૈજ્ઞાનિક ખેતી તથા ડો. જે. બી. બુટાણી, વૈજ્ઞાનિક (પશુ વિજ્ઞાન)એ વૈજ્ઞાનિક રીતે પશુપાલન કેવી રીતે કરવું તે વિષે ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતાં. કાર્યક્રમનું સંચાલન ડો. અર્પિત ઢોડિયા અને આભારવિધિ ડો. જે. બી. બુટાણીએ કરી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.