તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:કલેક્ટરે લીમડદા, ઉંચામાળા તલાટી કચેરીની મુલાકાત લીધી

વ્યારા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લા કલેકટર દ્વારા વિવિધ ગ્રામજનોને સમસ્યાઓ અને વહીવટી તંત્રની કામગીરી નિહાળવા માટે અવાર નવાર ગામોની મુલાકાત લેતા હોય છે. આજ રોજ કલેકટર દ્વારા વ્યારા તાલુકાના કાકરાપાર પોલીસ સ્ટેશન લીમદડા અને ઉંચામાળા ગામની મુલાકાત લીધી હતી અને તલાટી કચેરીમાં કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું. તાપી જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયા દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં અવારનવાર પ્રવાસો યોજી કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. કલેકટર અને એમની ટીમ દ્વારા કાકરાપાર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.પોલીસ કર્મચારીઓ સાથે જરૂરી સૂચનો કર્યા હતા.

આ સાથે લીમડદા અને ઉંચામાળા ગ્રામપંચાયત કચેરીની મુલાકાત કરી જ્યાં કલેકટર દ્વારા તલાટી દફતરોની જરૂરી રજીસ્ટરોની તપાસણી સાથે ગ્રામજનો સાથે મુલાકત લઈ ગામ ના વિવિધ વિકાસ ના કામો માહિતી લીધી અને મુશ્કેલીઓ બાબતે જાણકારી મેળવી તેના નિરાકરણ અંગે ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...