ભાસ્કર વિશેષ:વિધવા સહાય મેળવવા પહોંચેલી મહિલાને કલેક્ટરે માહિતી આપી એક જ દિવસમાં કાર્યવાહી પૂરી કરી

વ્યારા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધ મહિલાને વિધવા સહાયનો લાભ કઇ રીતે મળે તેની જાણકારી ન હતી

તાપી જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયા ભસ્તી ફળિયા-વ્યારાના વિધવા અરજદાર લીલાબેન રતિલાલભાઈ ગામીત મળવા આવ્યા અને તેમણે કહ્યું કે હું વિધવા નિઃસહાય છું. તમે મને કેવી રીતે મદદ કરી શકો? સરકારની યોજનાઓનો લાભ મને કેવી રીતે મળી શકે. મને સરકારના કેવા લાભો મળે તેની કંઈજ ખબર નથી. કલેકટર દ્વારા તાત્કાલિક અધિકારી બોલાવી મહિલાને તમામ પ્રક્રિયા પૂરી કરાવી એક જ દિવસમાં વિધવા સહાય યોજનાનો લાભ ચાલુ કરી દેવાયો હતો

વ્યારા ખાતે કલેકટર કચેરીએ આવેલી અરજદાર બહેનની વાતો સાંભળી કલેકટર વઢવાણિયાએ સંવેદનાસભર ત્વરિત પગલા લઇ તાત્કાલિક સરકારની યોજનાઓની જાણકારી આપી વિધવા બહેનને ચિંતામુક્ત કરવા આશ્વાસન આપ્યું. તેમણે તુરંત ચીટનીશ બી.બી.ભાવસારને સૂચના આપી વ્યથા નહીં વ્યવસ્થાના અભિગમ સાથે વિધવા લીલાબહેનને મળવાપાત્ર ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અને રાષ્ટ્રિય કુટુંબ સહાય યોજનાનાની સત્વરે કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.

ચીટનીશ બી.બી.ભાવસાર એ લીલાબહેનનું તાત્કાલિક બેંક એકાઉન્ટ ખોલાવી તમામ કાર્યવાહી પૂર્ણ કરતા વ્યારા મામલતદાર દિપક સોનાવાલા અને તેમના સ્ટાફે આ બહેનને ઝડપી લાભ મળે તે માટે સંવેદનશીલ અભિગમ અપનાવી એક જ દિવસમાં સહાય મંજૂર કરી. ગંગાસ્વરૂપા યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનોને સમાજમાં સન્માનભેર જીવન વ્યતીત કરી શકે તે માટે આ યોજના થકી સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે.

આ યોજનામાં ગંગા સ્વરૂપા બહેનોને માસિક રૂ.1250 વિધવા પેન્શન રૂપે તેઓના બેંક કે પોસ્ટ ખાતામાં ડી.બી.ટી (ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર) મારફતે સીધા જમા કરવામાં આવે છે. ગુજરાત સરકારનો હaેતુ સરળ, સહજ પરંતુ મક્કમ અને લોકાભિમુખ વહીવટ આપવાનો છે. આવો સરાહનીય અભિગમ તાપી જિલ્લા વહીવટીતંત્રની કાર્ય પધ્ધતિમાં જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...