તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નગર પાલિકા દ્વારા ચાર વર્ષ અગાવ વ્યારા નગરજનો ની સુવિધા માટે સ્વચ્છ વ્યારા નામની એપ્લિકેશન બનાવી દીધી હતી જેને વિધિવત રીતે લોન્ચ કરી હતી જેમાં નગરજનો દ્વારા વ્યારા નગર ખાતે વિવિધ સમસ્યા ઓ જેવીકે પાણી ,ગંદકી, લાઈટ સાફસફાઈ બાબતે ફોટો પડી એપ પર રજૂઆત કરી શકે જે બાદ પાલિકા દ્વારા તાત્કાલિક ફરિયાદ નો નિરાકરણ લાવી શકે એ દિશા માં કામગિરી કરાઈ.
વ્યારા નગર ખાતે કાર્યરત નગર પાલિકા દ્વારા વ્યારાનગર ના રહીશો ની સુવિધા વધે વ્યારા નગર પાલિકા એ નગરજનો ની ફરિયાદ ના નિરાકરણ માટે સ્વચ્છ વ્યારા નામની એપ્લિકેશન બનાવી હતી. આ એપ ના કારણે વ્યારા નગર પાલિકા વિસ્તાર માં નગરજનો નેપડતી મુશ્કેલી બાબતે નગરજનો દ્વારા એપ ડાઉનલોડ કરી તેને સમસ્યા અને ફોટો પડી ને મોકલી આપવાનો રહે છે જે બાદ એપ માં કરાયેલી ફરિયાદ ને વ્યારા પાલિકા ના દ્વારા જેતે વિભાગ ને ફોરવડ કરી દેવામાં આવે છે.
જે ફરિયાદના નિરાકરણ બાદ ફરિયાદ કરનાર વ્યક્તિને મેસેજ દ્વારા નિરાકરણની જાણ કરાઈ છે આવી સુવિધા વારી એપ માર્ચ 2017 માં ચીફ ઓફિસર શૈલેષભાઇ પટેલ અને વ્યારાના તત્કાલીન પ્રમુખ દિપાલીબેન પાટીલ સહીત વિવિધ નગરપાલિકાના હોદેદારો દ્વારા વિધિવટ રીતે લોન્ચ કરવામાં આવી હતી.પાલિકા દ્વારા લોંચ કરાયેલી એપ્લિકેશન ના ચાર વર્ષમાં માસ વ્યારાનગરજનો એ પાણી, સ્ટ્રીટલાઈટ, કચરા સહીતની 772 ફરિયાદો કરી હતી જેમાં વ્યારા પાલિકા દ્વારા 765 ફરિયાદો ના નિરાકરણ લાવી દીધા હતા. વ્યારા પાલિકા દ્વારા નગરજનો માટે કરાયેલી સુવિધાના કારણે નગર માં આનંદ છવાયો હતો નગર જોન દ્વારા વધુ ને વધુ એપ નો ઉપયોગ કરે એ જરૂરી છે.
નગરજનો સુવિધાનો વધુમાં વધુ લાભ લે
વ્યારા નગર પાલિકા નગરજનોને સુવિધા માટે કાર્યરત છે નગરજનો વધુમાં વધુ એપ ડાઉનલોડ કરો અને ઘર બેઠા સુવિધાની લાભ લે એ જરૂરી છે. એપ પર આવતી ફરિયાદ ને તાત્કાલિક કામગીરી થતી હોવાના કારણે નગરજનો તેનો ઉપયોગ કરી રહ્યા છે. > શૈલેષભાઇ પટેલ, વ્યારા પાલિકા ચીફ ઓફિસર
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.