તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિશિષ હત્યા કેસ:સોપારી આપનારે ખુલાસો કર્યો, સાળાએ હત્યા કરાવી

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી વિજય - Divya Bhaskar
આરોપી વિજય
  • વ્યારાના બિલ્ડરની 14મેના રોજ હત્યા થઈ હતી, સાળો ફરાર
  • વિજયની બહેને 21 વર્ષ પહેલા નિશિષ સાથે પ્રેમલગ્ન કર્યા હતા

વ્યારાના બિલ્ડર નિશિષ શાહ હત્યા કેસમાં પોલીસે બિલ્ડરના સાળા વિજય પટેલને મુખ્ય સૂત્રધાર બનાવી તેને પકડવા માટે ટીમો બનાવી છે. સોપારી આપનાર નવીન ખટીકે રિમાંડ દરમિયાન ખુલાસો કર્યો હતો કે, વિજયે જ હત્યા કરાવી હતી.

14મી મેની રાત્રિએ કારમાં આવેલા 4 હત્યારાએ બિલ્ડરની જાહેરમાં હત્યા કરી હતી. જે પ્રકરણમાં પોલીસે 6 આરોપીને પકડી પાડ્યા હતા. તેમજ સોપારી આપનાર નવીન ખટીકને મહારાષ્ટ્રથી પકડી પાડ્યો હતો. હત્યા બાદ નિશિષના કાકાભાઇએ ફરિયાદમાં પણ જણાવ્યું હતું કે, 21 વર્ષ પહેલા વિજયની બહેન સાથે નિશિષના પ્રેમ લગ્નને લઈ બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો જેથી વિજય પટેલે હત્યા કરાવી છે.

ફરિયાદમાં પણ સાળા સામે આક્ષેપ કરાયો હતો
તપાસમાં વિજય પટેલ હત્યાનો મુખ્ય સૂત્રધાર પુરવાર થયો છે. આરોપી હજી નાસતો ફરતો છે. જેથી તેની વિરુદ્ધ કાયમી ધરપકડનું વોરંટ કાઢી તેને પકડી પાડવા અલગ-અલગ પોલીસ ટીમો બનાવી છે.
> રાકેશભાઈ પટેલ, વ્યારા પીઆઇ

અન્ય સમાચારો પણ છે...