તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમિક્ષા બેઠક:સરકારી યોજનાનો લાભ છેવાડા સુધી ઝડપથી પહોંચે તે જરૂરી

વ્યારા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાપી સામાજિક ન્યાય અને અધિકારી વિભાગની સમિક્ષા બેઠક

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારની અધ્યક્ષતામાં તાપી જિલ્લામાં સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ હેઠળની યોજનાકિય કામગીરીની સમીક્ષા બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. બેઠકમાં સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ, અનુસૂચિત જાતી વિભાગ અને સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ થયેલી વર્ષ- 21 ની કામગીરીની સમીક્ષા કરી વર્ષ 21 -22ને લગતી કામગીરીને પાર પાડવા રચનાત્મક સૂચનો કર્યા હતા.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પછાત વર્ગોના કલ્યાણ માટે સરકારે કરોડોના ખર્ચે અનેકવિધ યોજનાઓને અમલી બનાવી છે. ત્યારે યોજનાઓનો લાભ છેવાડાના જરૂરીયાતમંદ વ્યક્તિઓને સરળતાથી મળે તે જરૂરી છે. કોઇ પણ લાભાર્થી સરકારી યોજનાના લાભથી વંચિત ના રહી જાય તે જોવું જરૂરી છે. વધુમાં તેમણે લક્ષ્યાંક સામે ભૈતિક સિધ્ધી મેળવવામાં ક્યાય કચાસ ના રહે તે મુજબની કામગીરી કરવા અધિકારીઓને સુચનો આપ્યા હતા. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ સપ્તાહમાં બે જિલ્લાઓનો પ્રવાસ કરી ગ્રામવિકાસ વિભાગની યોજનાઓની સમીક્ષા કરી ખૂટતી કડીઓ પૂર્ણ કરવા આપેલ માર્ગદર્શન અનુસાર આજે તાપી જિલ્લામાં અમલી વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.

ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાએ જણાવ્યુ હતું કે, તાલુકા કક્ષાએ યોજાતી સંકલન બેઠકમાં સરકારની વિવિધ યોજના અંગે લોકોને જાણકારી આપવામાં આવે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના અનુસૂચિત જાતિ કલ્યાણની યોજનાઓમાં શિક્ષણ, આર્થિક ઉત્કર્ષ, આરોગ્ય, આવાસ, સ્વરોજગાર, કૌશલ્ય વર્ધક તાલીમ અંગે મળેલ ગ્રાંટ, ગ્રાંટની ફાળવણી સામે લાભાર્થીઓની સિધ્ધીની સંબંધિત અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...