તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:50 હજારની લાંચમાં પકડાયેલા કોન્સ્ટેબલના જામીન ફગાવાયા

વ્યારા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

50 હજારની લાંચમાં પકડાયેલા વ્યારા હેડક્વોર્ટસના કોન્સ્ટેબલની જામીન અરજીને બુધવારે નામદાર જજ દ્વારા નામંજૂર કરી દેવાઈ હતી.

વ્યારાના પાનવાડી ખાતે હેડકવોર્ટ્સમાં પોલીસ કોન્સ્ટેબલને ફરજ બજાવતા યશવંત સોનુભાઈ પવારે દ્વારા ગત 17 મીના રોજ એક પીકઅપ ટેમ્પાને અટકાવ્યો હતો. પોતાના ઘરે મુકાવી દીધો હતો. અને ટેમ્પા ચાલકને સાગી લાકડાની હેરફેરના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી દોઢ લાખની લાંચ માંગી હતી. રકઝક બાદ 50 હજાર રૂપિયાની રકમ નક્કી થતાં ટેમ્પા ચાલકે 40 હજાર રૂપિયા આપી દેતા કોસ્ટબલે ટેમ્પાને ઘરેથી છોડી દીધો હતો. બાકી રહેલી 10,000ની રકમ બાબતે કોન્સ્ટેબલ ફોન કરીને ટેમ્પા ચાલકને ખોટા સાગી લાકડાના કેસમાં ફસાવી દેવાની ચીમકી આપતા ટેમ્પા ચાલકે રકમ આપવા મંજુર ન હોય. જે બાબતે એસીબીનો સંપર્ક કરતા ગત 18 મી ના શુક્રવારે તાપી જિલ્લા સેવા સદનથી મુસા ગામ તરફ જતા રસ્તા પર 10,000 રૂપિયાની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ્સ રંગેહાથ એસીબીએ ઝડપી પાડી પોલીસે અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. જે પ્રકરણમાં તાપી એસીબી દ્વારા રિમાન્ડ ની કામગીરી પૂર્ણ કર્યા બાદ આરોપી ને કોર્ટ કસ્ટડીમાં વ્યારા સબ જેલ માં મોકલી આપ્યા હતા. જેમાં આરોપીએ યશવંત પવારે રેગ્યુલર જામીન અરજી વ્યારા કોર્ટમાં દાખલ કરી હતી. તપાસ અધિકારી પીઆઇ એસ. એચ. ચૌધરી દ્વારા સોગંદનામું ફાઈલ કરતા તેમજ સરકારી વકીલ વિરેન્દ્રભાઈ ત્રિવેદીની ધારદાર દલીલોને ધ્યાનમાં લઈને નામદાર પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા નામદાર જજ દ્વારા આરોપીના જામીન નામંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો