તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લગ્ન મુલતવી:અભયમ ટીમે સોનગઢના ગામમાં થતાં સગીરાના લગ્ન અટકાવ્યા

વ્યારા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારે પુખ્ત થાય ત્યારે લગ્ન કરાવા ખાતરી આપી

એક ત્રાહિત વ્યક્તિએ તાપી 181 અભયમ મહિલા હેલ્પલાઈનમાં કોલ કરી જણાવેલ હતું કે સોનગઢ પાસે એક ગામમાં સગીરાના લગ્ન આયોજિત થયા છે. અભયમ ટીમ તુરત સ્થળ પર પહોંચી પરિવારને સમજાવેલ કે હજી દીકરા-દીકરીના લગ્ન માટે ઉંમર થઈ નથી અને જો લગ્ન કરવામાં આવશે તો ગુનો ગણાશે જેથી પરિવારે લગ્ન કરવાનું મુલતવી રાખ્યું હતું.

સોનગઢ નજીકના ગામમાં 17 વર્ષીય તરુણી અને 18 વર્ષના યુવકના લગ્ન થઈ રહ્યા હતા. આ અંગે ત્રાહિત વ્યક્તિએ તાપી 181 અભયમને જાણકારી આપી હતી. અભયમ ટીમ તુરત જ્યાં લગ્ન આયોજિત થયા હતા એ ગામે પહોંચી તપાસ કરતાં કાયદાથી વિરુદ્ધ લગ્નનું આયોજન થયું હોવાની વિગત બહાર આવી હતી. આધારકાર્ડમાં ઉંમરની ખરાઈ કરતાં દીકરીની ઉંમર 17 અને યુવકની ઉંમર 18 હોવાનું બહાર આવ્યું હતું, જેથી અભયમ ટીમે બંનેના પરિવારજનો,સરપંચ અને આગેવાનોને જણાવ્યું કે લગ્ન માટે કાયદા અન્વયે ઉંમર નક્કી કરી છે અને ઓછી ઉંમરમાં લગ્ન કરવા બાળલગ્ન ગણાશે અને જે કાયદાકીય ગુનો બને છે. આમ અભયમના સભ્યોએ સમજ આપતા તમામે લગ્ન બંધ રાખવા ખાતરી આપી હતી અને છોકરા-છોકરી પુખ્તવયના થાય ત્યારે લગ્ન કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...