તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેવી રીતે ભણશે તાપી જિલ્લો?:તાપીની 57 શાળાઓ નેટવર્ક વગરની, 42 ટકા વિદ્યાર્થીઓ ઓટલા કે મહોલ્લા શિક્ષણ ભરોસે

વ્યારા3 મહિનો પહેલાલેખક: સંદિપસિંહ ગોડાદરિયા
  • કૉપી લિંક
ઓનલાઇન શિક્ષણ બાળકો વંચિત ન રહે એ માટે શિક્ષણ વિભાગ દ્વારા ઓટલા શિક્ષણ. - Divya Bhaskar
ઓનલાઇન શિક્ષણ બાળકો વંચિત ન રહે એ માટે શિક્ષણ વિભાગ દ્વારા ઓટલા શિક્ષણ.
  • જંગલ વિસ્તાર હોવાથી નેટવર્કનો અભાવ, બીજી તરફ આદિવાસી વિસ્તારમાં બાળકો પાસે સ્માર્ટફોન કે લેપટોપની સુવિધા નથી

તાપી જિલ્લાના બહુતુલ આદિવાસી વિસ્તારમાં ઓનલાઇન શિક્ષણ એક ચેલેન્જ બની ગયું છે. ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા 71,085 વિદ્યાર્થીઓમાંથી 42 ટકા વિદ્યાર્થીઓ પાસે નેટવર્ક, સ્માર્ટફોન કે લેપટોપના અભાવે ઓનલાઇન શિક્ષણ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. 29,797 વિદ્યાર્થી ઓટલા શિક્ષણ અને મોહલ્લા શિક્ષણ પદ્ધતિથી શિક્ષકો ઘરે એકત્ર કરી શિક્ષણ આપી રહ્યા છે.

તાપી જિલ્લાના સાત તાલુકામાં વ્યારા, વાલોડ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા અને ડોલવણમાં હાલ કોરોનાની પરિસ્થિતિને લઈને શાળા બંધ છે. શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ ચાલુ કરી દેવાયું છે. પરંતુ તાપી જિલ્લો જંગલ વિસ્તાર હોવાથી આવા સ્થળોએ નેટવર્કનો અભાવ છે. બીજી તરફ આદિવાસી વિસ્તારમાં બાળકો પાસે સ્માર્ટફોન કે લેપટોપની સુવિધા નથી. ત્યારે બાળકોને સ્માર્ટફોન આપવું મુશ્કેલ છે. તાપી જિલ્લા શિક્ષણ વિભાગ માટે પણ ઓનલાઇન બાળકોને ભણાવવાની સુવિધાની તકલીફ વધી હતી, જેના ભાગ રૂપે શિક્ષણ વિભાગ દ્વારા બાળકો શિક્ષણથી વંચિત ન રહે એ માટે ઓટલા શિક્ષણ અને મહોલ્લા શિક્ષણની પદ્ધતિ અપનાવી બાળકોને ઘરબેઠા શિક્ષણ આપી રહ્યા છે.

તાપી જિલ્લાની 799 શાળામાં 215 શાળા નહિવત કે ઓછું નેટવર્ક ધરાવે છે
તાપી જિલ્લામાં 7 તાલુકામાં ધોરણ 1થી 8માં કુલ 799 પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. જેમાં 71,085 વિદ્યાર્થીઓ શિક્ષણ માટે નોંધાયેલા છે. હાલ 215 શાળા એવી છે જ્યાં નેટવર્ક નથી અને ઓછું નેટવર્ક ધરાવે છે. જ્યારે ઓનલાઇન શિક્ષણ માટે નેટવર્ક ન હોય, અથવા સ્માર્ટફોન કે લેપટોપ ના હોય એવી 658 શાળામાં 29,797 વિદ્યાર્થીઓને ઓટલા શિક્ષણ અને મોહલ્લા શિક્ષણ મેળવી રહ્યા છે.

બાળકો શિક્ષણ મળી રહે, માટે તમામ કામગીરી શિક્ષકો કરી રહ્યા છે
કેટલાક સ્થળે કનેક્ટિવિટીનો અભાવ છે જેને લઇને ઓટલા શિક્ષણ અને મહોલ્લા શિક્ષણની પદ્ધતિ ચાલુ કરી છે. > ડો. દીપક દરજી, ઇ. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તાપી

ઓનલાઇન શિક્ષણથી બાળકોની સોશિયલ એક્ટીવી પર મોટી અસર
ઓનલાઇન શિક્ષણના કારણે બાળકો સોશિયલ એક્ટિવિટી દૂર રહે છે. બાળક જેનો સીધી અસર બાળકોના માનસિક વિકાસ પણ થાય છે. લાંબા ગાળે અભ્યાસ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. > ડો. સુમિત ચૌધરી, એમ.સી મેડિસિન, બારડોલી

હાલ ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓની એકાગ્રતા રહેતી નથી
હાલમાં ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થી માટે કારગર નથી. ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓની એકાગ્રતા રહેતી નથી. > ભાસ્કરભાઈ શાહ, રાજ્ય શાળા મંડળ, ઉપપ્રમુખ

જિલ્લાની નેટવર્ક નહિ અને ઓછું નેટવર્ક ધરાવતી શાળાઓ​​​​​​​
​​​​​​​

તાલુકોનેટવર્ક નહીંઓછું નેટવર્કકુલ
ઉચ્છલ055
કુકરમુંડા066
ડોલવણ123244
નિઝર505
વાલોડ32023
વ્યારા31821
સોનગઢ3477111
કુલ57158215

​​​​​​​

જિલ્લાની શાળાઓ અને ઓટલા, મહોલ્લા અભ્યાસ કરાવતી શાળાઓ
​​​​​​​

વ્યારા156681148
વાલોડ79651561
ડોલવણ1081085394
સોનગઢ2572188294
ઉચ્છલ87874928
નિઝર47476322
કુકરમુંડા65652150
કુલ79965829797

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...