તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:તાપી ભાજપની કારોબારી પ્રદેશ મહામંત્રીની અધ્યક્ષતામાં યોજાઇ

વ્યારા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સીનિયર સીટીઝન હોલ ખાતે જિલ્લાની કારોબારીની ઓનલાઇનબેઠક પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા પ્રભારી અશોક ધોરાજીયા, ડિમ્પલબેન પટેલ અને જિલ્લા પ્રમુખ ડૉ. જયરામ ગામીતની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં તમામ શહેરના અપેક્ષિતો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. જયરામ ગામીતએ સ્વાગત પ્રવચન અને સંકઠનલક્ષી માર્ગદર્શન આપ્યુ હતું, ધારાસભ્ય મોહન ઢોડીયા દ્વારા રાજકીય અને કોવિડ 19 પડકાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

કારોબારીમાં તાપી જિલ્લા પ્રભારી અશોક ધોરાજીયાએ જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્ર કલ્યાણ અને જન કલ્યાણને ધ્યાનમાં રાખી કાર્યરત રહી કેન્દ્રમાં સેવાના સાત વર્ષ પૂર્ણ કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં કોરોના મહામારીમાં પડકારોનો સામનો કરવા ઉઠાવેલ આવશ્યક પગલાં જ્યારે પ્રદેશ પ્રમુખથી લઈને પેજ સમિતિ સુધીના ભાજપના લાખો કાર્યકર્તાઓ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં અભૂતપૂર્વ ઉત્સાહ સાથે માઈક્રો પ્લાનિંગ બનાવી પ્રજાની સેવામાં લાગેલા છે માટે અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા પ્રભારી અશોક ધોરાજીયા સાથે ડિમ્પલબેન પટેલએ માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...