તાપી રિઝલ્ટ:જિલ્લા અને નગરપાલિકા પર ભાજપનો ભગવો, તાલુકા પંચાયતની 64 બેઠક પર કોંગ્રેસની જીત, જાણો વિજેતાના નામ સાથે સંપૂર્ણ પરિણામ

તાપી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મતગણતરી સ્થળ પર બહાર ભાજપના કાર્યકરોએ ડીજેના તાલે ડાન્સ કર્યો હતો. - Divya Bhaskar
મતગણતરી સ્થળ પર બહાર ભાજપના કાર્યકરોએ ડીજેના તાલે ડાન્સ કર્યો હતો.
  • તાપી જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસેથી ભાજપે છીનવી લીધી

વ્યારા નગરપાલિકા, જિલ્લા અને તાલુકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની હતી. મહત્તમ આદિવાસી વિસ્તાર ધરાવતા જિલ્લામાં ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસ પાસે રહેલી જિલ્લા પંચાયત ભાજપે છીનવી લીધી છે. તાપી જિલ્લા પંચાયતમાં ભાજપને 17 અને કોંગ્રેસને 9 બેઠકો મળી છે. જ્યારે નગરપાલિકા ભાજપે જાળવી રાખતાં 22 સીટ પર વિજય થયો છે જ્યારે 6 પર કોંગ્રેસની જીત થઈ છે. તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડતાં ભાજપે 59 બેઠક જીતી છે જ્યારે કોંગ્રેસે 64 બેઠકો જીતી છે.

કોંગ્રેસના વિજેતા નેતાઓએ યૂથ કોંગ્રેસના ઝંડા લહેરાવ્યાં હતાં.
કોંગ્રેસના વિજેતા નેતાઓએ યૂથ કોંગ્રેસના ઝંડા લહેરાવ્યાં હતાં.

જીતના જશ્નમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
વ્યારા અને સોનગઢમાં યોજાયેલી ચૂંટણીની મતગણતરીમાં વિજેતા ઉમેદવારોએ તમામ નિયમોને નેવે મૂકી દીધા હતાં. વિજેતા ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર કાર્યકરો સાથે મળીને ઢોલ નગારાના તાલે નાચતા જોવા મળ્યાં હતાં. વિજેતા ઉમેદવારોએ મોઢા પર માસ્ક પણ પહેર્યા નહોતા. માસ્ક વગર જ મતગણતરી કેન્દ્ર પર તમામ લોકો ઉજવણી કરતાં જોવા મળ્યાં હતાં.કોરોનાએ ઉથલો માર્યો હોવા છતાં નેતાઓ અને કાર્યકરોમાં કોઈ જ પ્રકારના નિયમોનું પાલન કરવામાં ન આવ્યું હોવાનું સામે આવ્યું હતું.

સોનગઢમાં પોલીસની જોહુકમી
સોનગઢ સરકારી નિયામક અને વાણિજ્ય કોલેજમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની મતગણતરી વખતે પીઆઈ ગોહિલ અને પીએસઆઈ આર જી વસાવાએ જોહુકમી ચલાવી હતી. રિપોર્ટિંગ કરવા જતા પત્રકારોને મોબાઈલ સાથે મતગણતરી સ્થળ પર જતાં અટકાવવામાં આવ્યાં હતાં. મોબાઈલને જમા લઈ લેવામાં આવતાં હતાં. જેથી કચવાટ જોવા મળ્યો હતો. વ્યારામાં તમામ છૂટ અને સોનગઢમાં પોલીસે મામલતદાર અને ક્લેક્ટરે મનાઈ કરી હોવાનું રટણ ચલાવ્યે રાખ્યું હતું.

2015નું રિઝલ્ટ
2015માં તાપી નગર પાલિકામાં કુલ 28 સીટમાંથી 16 ભાજપ અને 12 કોંગ્રેસ વિજેતા થયા હતા. તાપી જિલ્લા પંચાયતમાં 26 બેઠક પર 5 ભાજપ અને 21 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. જ્યારે તાપી તાલુકા પંચાયતની 125 બેઠકમાંથી 33 ભાજપ અને 87 કોંગ્રેસ અને 4 બેઠક પર અપક્ષની જીત થઈ હતી.