તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવજીવન:તાપી જનરલના તબીબોએ 5 કિલોની ગાંઠ કાઢી મહિલાને જીવતદાન આપ્યું

વ્યારા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડોક્ટરોએ મહિલાના શરીરમાંથી કાઢેલી ગાંઠ. - Divya Bhaskar
ડોક્ટરોએ મહિલાના શરીરમાંથી કાઢેલી ગાંઠ.

તાપીના વ્યારા ખાતે સ્થિત જનરલ હોસ્પિટલના તબીબોને એક મોટી અને મહત્વની સફળતા મળી છે. બરડીપાડાના રહેવાસી સવિતાબેન જે. વસાવા છેલ્લા 10 વર્ષથી ગાંઠની તકલીફથી પીડાઈ રહ્યા હતા. વધુ તકલીફ જણાતા તા. 01/02/2021ના રોજ 40 વર્ષીય સવિતાબેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેડિકલ ચેકઅપ બાદ ઓપરેશનની જરૂરિયાત જણાતા ગત રોજ તબીબ ટીમ દ્વારા ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

વ્યારાના જનરલ હોસ્પિટલમાં ઓપરેશન તબીબોની ટીમ માટે એક ચેલેન્જ હતી. જેમાં તબીબોએ ત્રણ કલાક લાબું ઓપરેશન કરી મહિલાના ગર્ભાશયમાંથી 5 કિલોની ગાંઠ બહાર કાઢી હતી. આ ઓપરેશનને ડો. નૈતિક ચૌધરી (જનરલ સર્જન), ડો. અંકિત ગામીત (ગાયનેકોલોજિસ્ટ), ડો. ચિરાગ રાઠોડ (એનેસ્થેટીસ્ટ), ડો. ભાવિન મહેતા (સીપીએસ સ્ટુડન્ટ), ડો. ભૂમિ તેમજ O.T. ની ટીમે ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યું હતું. ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ પરિવારજનો તથા સગા-સંબંધીઓએ હોસ્પિટલના તબીબો અને તેમની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...