• Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • Tapi District Tantra Equipped To Fight The Third Wave Of Corona, 9 Hospices With 2.72 Metric Tons Of Oxygen In 6 Hospices.

કોરોનાનો પડકાર:તાપી જિલ્લા તંત્ર કોરોનાની ત્રીજી લહેર સામે લડવા સજ્જ, 6 હોસ્પિ.માં 2.72 મેટ્રિક ટન ઓક્સિજન સાથે 919 બેડની સુવિધા

વ્યારા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લા કલેકટર દ્વારા કોરોનાના બાબતને લઈને મિટિંગ યોજી એક્શન પ્લાન બનાવ્યો. - Divya Bhaskar
તાપી જિલ્લા કલેકટર દ્વારા કોરોનાના બાબતને લઈને મિટિંગ યોજી એક્શન પ્લાન બનાવ્યો.
  • જરૂર પડે તો શાળા, પીઅચેસી, સીએચસીમાં બે દિવસમાં વધુ 200 બેડની સુવિધા પણ સ્ટેન્ડ બાય
  • 6 હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરી દેવાયા

કોરોના સંક્રમણની ત્રીજી લહેર આવે તે પહેલા તાપી જિલ્લા આરોગ્ય વિભાગનું વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરી છે. બીજી લહેરમાં રોજના 3.30 મેટ્રિક ટન ઓક્સસિજનનો જથ્થો બહારથી લાવો પડી રહ્યો હતો. પરંતુ હાલ તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 6 હોસ્પિટલોમાં ઓક્સિજનના પ્લાન્ટ ચાલુ કરી દેવાની સાથે રોજના 2.72 મેટ્રિક ટન ઓક્સસિજન ઉત્પાદન સાથે સજ્જ કરી દેવા આવ્યા છે. જિલ્લામાં 689 ઑક્સિજન બેડ અને 230 ઓક્સિજન વગર કુલ 919 બેડની સુવિધા કરી દેવામાં આવી છે. બીજી તરફ તાપી જિલ્લા કલેક્ટર સતત આરોગ્ય વિભાગ પાસે ડેટા લઈ રહ્યા છે અને માર્ગદર્શન આપી રહ્યા છે.

કોરોનાના પ્રથમ લહેરમાં તાપી જિલ્લો ચિંતામુક્ત બન્યો હતો. પરંતુ બીજી લહેરમાં તાપી જિલ્લાને કોરોના સંક્રમણ ધમરોળી નાખ્યો હતો. જિલ્લામાં ઓક્સિજન બેડ સહિત સુવિધાઓમાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. વહીવટી તંત્રની દોડધામ વધી ગઇ હતી. તો પણ પરિસ્થિતિ કાબૂમાં આવી ન હતી. જેને લઇને સંભવિત ત્રીજી લહેરમાં તાપી જિલ્લા કલેકટર એચ.કે. વઢવાણીયા અને તાપી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હર્ષદભાઇ પટેલ દ્વારા એક્શન પ્લાન બનાવી દઈ જિલ્લાને સંભવિત ત્રીજી લહેરમાં ઓક્સિજન સહિત બેડની મુશ્કેલી ન પડે તે માટેની કામગીરી હાથ ધરી છે.

કોરોનાના બીજી લહેરમાં તાપી જિલ્લામાં રોજના 3.5 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો બહારથી લાવો પડતો હતો. જેને લઇને જિલ્લામાં મુશ્કેલીઓ વધી ગઇ હતી. તાપી જિલ્લાની 06 હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરી દેવામાં આવ્યા છે, સાથે ઓક્સિજન સેવા સાથે વધારાના બેડની સુવિધા પણ ઉપલબ્ધ કરી દેવાઇ છે.

આવનાર સમયમાં કોરોના માટે તાપી જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર સજ્જ થઇ ગયું હોવાનું દાવો કરાઈ રહ્યો છે. સરકારી હોસ્પિટલ સિવાય તાપી જિલ્લામાં અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ ઓક્સિજનના પ્લાન કાર્યરત કરી દેવાયા હોય, જેને લઇને ઓક્સિજનની કમી તાપી જિલ્લા પડશે નહીં એ વાત હાલ નજરે પડી રહી છે.

તાપી જિલ્લામાં સંભવિત ત્રીજી લહેરમાં 919 ઓક્સિજન બેડની સુવિધા વધારી
તાપી જિલ્લામાં જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે હાલ 250 બેડ તેમજ કુકરમુંડા ખાતે 30 બેડ, નિઝર ખાતે 40 બેડ, ગડત ખાતે 50 બેડ અને ઉચ્છલ ખાતે 60 બેડ ઓક્સિજનની સુવિધા સાથે સજ્જ કર્યા છે. આ સિવાય તાપી જિલ્લાની તમામ ખાસ ખાનગી હોસ્પિટલોમાં સરકારી તંત્રના નિગરાની હેઠળ ઓક્સિજન બેડો ની સંખ્યા વધારે છે. જિલ્લામાં 512 ઓક્સિજન બેડ કરવા માટેની સૂચના અપાઈ હતી જેની સામે વહીવટી તંત્ર દ્વારા 689 ઓક્સિજન બેડની તૈયારીઓ હાથ ધરી દેવાઇ છે. તે સિવાય 230 ઓક્સિજન વગર ના બેડ પણ તૈયાર રાખ્યા છે.

તાપી જિલ્લામાં કોરોનાની સંખ્યા 4447 પહોંચી
પ્રથમ લહેરમાં તાપી જિલ્લો કોરોના મુક્ત બન્યો હતો, જ્યારે બીજી લહેરમાં તાપી જિલ્લાએ કોરોનાના કાબૂ બહાર થયો હતો, જેને લઇને તાપી જિલ્લામાં આજદિન સુધીમાં 4447 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ થયા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે, જ્યારે કોવિંડના કારણે 26 વ્યક્તિઓના મરણ નિપજ્યા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે.

આરોગ્ય-વહીવટી ટીમ સજ્જ
કોરોના વધુ ન વકરે એ માટે તમામએ સાવચેતી રાખવાની જરૂર છે. સંભવિત ત્રીજી લહેર માટે તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રની ટીમ સજ્જ થઇ ગઇ છે અને કોરોના સંક્રમણમાં દર્દીઓ મુશ્કેલી ન પડે એ રીતનું આયોજન કરી દેવાયું છે. હાલ જિલ્લામાં 06 ઓક્સિજન પ્લાન્ટ અને જરૂરી 919 બેડને તૈયાર કરી દેવાયા છે. > એચ. કે. વઢવાણીયા, કલેકટર, તાપી

2 દિવસમાં 200 બેડની સુવિધા રાખવા તંત્ર તૈયાર
કોરોનાની લહેર સંભવીત આવે તો તાપી જિલ્લા તંત્ર દ્વારા 919 બેડ તૈયાર કર્યા છે. તેની સાથે જરૂર પડે તો તાપી જિલ્લાની ત્રણ એકલવ્ય સ્કૂલોમાં તેમજ જે.કે. પેપરમીલ હોસ્પિટલમાં અને અન્ય સી. એચ. સી. અને પી. એચ. સી પર 200 બેડ બે દિવસમાં તૈયાર થઈ જાય તેવી સુવિધા પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...