તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:તાપી જિલ્લા પંચાયતનું 1005 કરોડનું બજેટ 30 મિનિટમાં સર્વાનુમતે મંજૂર

વ્યારા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવ સમિતીની પણ રચના કરવામાં આવી, મોહનભાઈ કોકણી કારોબારી ચેરમેન

તાપી જિલ્લા પંચાયતનું 1005 કરોડનો અંદાજપત્ર અડધા કલાકમાં મંજૂર થયું હતુ. બહુતુલ આદિવાસી વિસ્તાર ધરાવતા સાત તાલુકાના તાપી જિલ્લામાં બજેટને લઈને આજે નવા નિમાયેલા તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજભાઈ વસાવાની આગેવાનીમાં વ્યારા ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં તાપી જિલ્લા પંચાયતનું 1005 કરોડનું બજેટ અડધો કલાકમાં સર્વ માટે કોઈપણ જાતના વિરોધ વગર મંજૂર થયુ હતુ. સાથે તાપી જિલ્લાની નવ સમિતિની રચના પણ કરાઇ હતી.

તાપી જિલ્લા ખાતે પ્રથમવાર ભાજપ પ્રેરિત જિલ્લા પંચાયત બની છે, જેનું 14મું અંદાજપત્ર તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને રજૂ કરાયુ હતું. ત્રણ મુદ્દા પર યોજાયેલી સભામાં પ્રમુખ સુરજભાઈ વસાવાએ બજેટની ચર્ચા કરી હતી. સાથે આવક તરફે સંબંધો તેમજ ઉઘડતી સિલક 283,33,83,367 આવક 721,87,40,000 મળીને કુલ્લે આવક 1005,21,23,367 થશે. જેની સામે ખર્ચ 698,35,74,900 થતાં 306,85,48,467 ની પુરાંત વાળુ અંદાજપત્ર મજૂર કરાયું હતું. સાથે તાપી જિલ્લા પંચાયતની નવ જેટલી સમિતિઓની ચેરમેનની રચના કરાઇ હતી. સાથે ઉકાઇ અસરગ્રસ્ત વિસ્તારમાં ડેવલોપીંગ જિલ્લા પંચાયતના છાત્રાલયમાં નિભાવ ખર્ચ પાણીની તંગી પહોંચી વળવાની ગ્રાન્ટની જોગવાઈ અંગે ચર્ચા કરાઇ હતી. અંદાજિત 30 મિનિટમાં સર્વાનુમતે મંજૂર કરાયું હતું.

તાપી જિલ્લા પંચાયતની 9 સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી
તાપી જિલ્લા પંચાયતના સભામાં નવ જેટલી સમિતિઓની રચના કરાઇ હતી. જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે મોહનભાઈ કોકણી, અપીલ સમિતિના ચેરમેન તરીકે સુરજભાઈ વસાવા, શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સરિતાબેન જૈમીનકુમાર વસાવા, જાહેર બાંધકામ સમિતિના પ્રમુખ તરીકે નીતીનભાઇ ગામીત, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે સોનલબેન સંદીપભાઈ પાડવી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે મસુદાબેન બીપીનભાઈ નાયક અને ઉત્પાદન અને સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે ભુપેન્દ્રભાઈ ગામીત, મહિલા અને બાળ વિકાસ અને યુવા સમિતિના ચેરમેન તરીકે કુસુમબેન નરેશભાઈ વસાવા અને ભૂમિહીન ખેતમજૂરો આવાસ બાંધકામ સમિતીના ચેરમેન રમીલાબેન ગામીતની વરણી કરાઈ હતી.

જિલ્લા પંચાયત માટે રૂપિયા ક્યાંથી આવશે અને ક્યાં જશે
તાપી જિલ્લા પંચાયત સ્વ ભંડોળ આવક તેમજ તાપી જિલ્લા ખાતે આવકમાં સ્થાનિક કર ,વૈધનતીક અનુદાન, વ્યાજ, શિક્ષણ, ખેતીવાડી, સ્વભંડોળની વિવિધ આવક પરચુરણ આવક, સરકારી ગ્રાન્ટની આવક કુલ્લે 721,87,40000 રૂપિયા અને જાવક તરફે બાંધકામ, શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, વિકાસ શાખા, પશુપાલન સહિત વિવિધ કામો તરફ રૂપિયા 689,35,74,900 ખર્ચ થશે. બંધ સિલક 306,85,48,467 પુરાંતવાળુ બજેટ મંજૂર કરાયું હતું.

ડીડીઓની મનમાની અંગે રજૂઆત કરવામાં આવી
વ્યારા ખાતે યોજાયેલી બજેટ સભામાં જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા તાપી જિલ્લા ડીડીઓ દ્વારા વિવિધ કામો કરવા માટે મનમાની કરી રહ્યા ના આક્ષેપ કર્યા હતા. આ બાબતે સંસદ પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાને પણ સભ્યોએ રજૂઆત કરી હતી. સામાન્ય સભામાં ઉપસ્થિત આગેવાનોએ માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો