તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:તાપી જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ બિપિન ચૌધરીનું તમામ હોદા પરથી રાજીનામું

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાન્ટના લાભથી આદિવાસી વિસ્તારના લોકો વંચિત હોવાનું કારણ જણાવ્યું

તાપી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય એવા બીપીનભાઈ ચૌધરી દ્વારા આજરોજ ભાજપના પક્ષના પ્રાથમિક સભ્યથી લઈ તમામ હોદ્દા ઉપરથી રાજીનામું ધરી દીધું હતું. આદિવાસી વિસ્તારમાં કેટલીક કચેરીઓમાં ભાજપના જવાબદાર હોદેદારો અને અધિકારીઓના મિલીભગતના કારણે ગ્રાન્ટના લાભથી આદિવાસી વિસ્તારના લોકો વંચિત રહેતા હોવાને કારણે રાજીનામું ધરી હોવાનું જણાવ્યું હતું.

જિલ્લા ભાજપના કદાવર નેતા માજી જિલ્લા પ્રમુખ અને પ્રદેશ આમંત્રિત સભ્ય બીપીનભાઈ ચૌધરીએ ઈમેલ અને વોટ્સઅપ મારફતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલને સહિત આગેવાનોને રાજીનામુ મોકલ્યુંં હતું. પૂર્વ પ્રમુખ બીપીનભાઈ ચૌધરીનો સંપર્ક કરતા જણાવ્યું કે જિલ્લાના ભાજપના કેટલાક જવાબદાર હોદ્દેદારો તથા અધિકારીઓની મિલીભગતના કારણે ટીએસપી અને આયોજનની ગ્રાન્ટના લાભથી આદિવાસીઓ વંચિત રહી ગયા છે.

આ બાબતે અગાઉ મુખ્યમંત્રી બે વાર લેખિત રજૂઆત કરી હતી તેમજ કલેકટર અને અન્ય અધિકારીઓને જણાવ્યું હતું તેમ છતાં કોઈ પ્રક્રિયા ન થઈ હતી. ભાજપે કાર્યવાહી નહીં કરતા જિલ્લાના આદિવાસીઓનો વિકાસ અટકી રહ્યો છે. જેવા આક્ષેપો કરાયા હતા જેની સામે પક્ષે કાર્યવાહી નહીં કરતા પક્ષથી નારાજ થઈ રાજીનામું આપ્યું હતું. તેમજ સી.આર પાટીલ ગુજરાત પ્રદેશ પ્રમુખને મેઈલ, વોટ્સએપથી રાજીનામું મોકલ્યું છે.

જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ એવા બીપીનભાઈ ચૌધરી 2015માં તાપી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી. તેઓ પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય છે. તાપી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ છે. વિવિધ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા છે. બીપીનભાઈ ચૌધરીના રાજીનામાથી જિલ્લા ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...