તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસમાં અસંતોષ:તાપી જિલ્લા તથા તા. પંચાયતમાં ટિકિટ ફાળવણી ન થતાં કોંગ્રેસમાં કકળાટ

વ્યારા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લે સુધી ઉમેદવારો જાહેર ન થતાં જૂથવાદ વકરવાની આશંકા

તાપી જિલ્લા પંચાયત અને તાપી જિલ્લામાં આવેલી સાત તાલુકા પંચાયતોના ઉમેદવારોની ટિકિટ ફાળવણી મુદ્દે પક્ષમાં ચાલો રહેલો જૂથવાદ કે ખેંચતાણને લીધે છેલ્લા દિવસોમાં પણ યાદી જાહેર ન થતા કાર્યકરોમાં હાલ અવઢવની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ટિકિટ ફાળવણી ન થતાં કાર્યકરોમાં કકળાટ થતા ઉથપાથલ થવાની કે અસંતોષ બહાર આવવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

તાલુકા અને જિલ્લા પંચાયતોના ઉમેદવારોની પસંદગીને લઈને બેઠકોનો દોર જારી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પસંદ કરેલા ઉમેદવારોને બારોબાર મેન્ડેટ આપી દેશે તેવી ભીતિ સેવાઈ રહી છે. કેટલાક ઉમેદવારોના ફોર્મ ભરાઈ ચુક્યા છે. માત્ર મેન્ડેટની રાહ જોવાઈ રહી છે. જ્યારે કેટલીક બેઠકો પર દાવેદારો વચ્ચે ટાંટિયા ખેંચ છે કે વિરોધ થવાના એંધાણ છે. અસંતોષ અને બળવાના ભયને કારણે સત્તાવાર યાદી મોડે જાહેર કરવાની રણનીતિ ચાલી રહી હોવાની અટકળો ઉભી થઇ છે.

કેળકૂઈ અ .જ.જા. બેઠક પર ભારે ખેંચતાણ
સુરત જિલ્લામાં નાની નરોલી બેઠક પર કોંગ્રેસમાં જે રીતે સ્થાનિક નેતા અને દર્શન નાયક વચ્ચે મેન્ડેટ મેળવવા મામલો હાઈ કમાન્ડમાં પહોંચ્યો છે તે જ રીતે તાપી જિલ્લામાં કેળકૂઈ અ .જ.જા. બેઠક પર ભારે ખેંચતાણ થઇ રહ્યું છે. આ મામલો પણ કોંગ્રેસ માટે ચિંતાનો વિષયના એંધાણ વર્તાઈ રહ્યા છે અને ભાજપે પણ આ બેઠક પર હાલ સુધી યાદીમાં ઉમેદવાર જાહેર કર્યો નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો