તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની બેદરકારી:તાપીમાં કુલ મોત 1500 નજીક છતાં તંત્ર આંકડા છુપાવી રહ્યું છે, તુષાર ચૌધરી

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વ્યારામાં વિવિધ સ્થળોએ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી મુલાકાત લીધી હતી. - Divya Bhaskar
વ્યારામાં વિવિધ સ્થળોએ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી મુલાકાત લીધી હતી.
  • તાપી જિલ્લામાં ફાળવેલા વેન્ટિલેટર કન્વર્ટરના અભાવે ધૂળ ખાઈ રહ્યા છે

કોવિડના બીજા સંક્રમણ કાળમાં આરોગ્ય સેવા સંપૂર્ણ નિષ્ફળ થઈ છે. લોકો ઇન્જેક્શન અને ઓક્સિજન માટે અનેકવાર મુશ્કેલીમાં મુકાયા છે. તેમને સમયસર મળ્યું નથી જેની સાથે તાપી જિલ્લામાં પીએમ કેરમાં જે વેન્ટિલેટર આપ્યા છે તે તમામ ચાલુ નથી. તાપી જિલ્લા તંત્ર આંકડા છુપાવે છે. ઉપરોક્ત શબ્દ વ્યારાની જનરલ હોસ્પિટલમાં મુલાકાત લેતા પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ઉચ્ચાર્યા હતા.

તાપી કોંગ્રેસ સમિતિ આયોજિત કોરોના પેશન્ટની મુલાકાત અને દર્દીઓને સારવાર અર્થે પડતી મુશ્કેલીની માહિતી મેળવવા ડો. તુષારભાઈ ચૌધરીએ રેફરલ વ્યારા ,કાળીદાસ હોસ્પિટલ, જનક સ્મારક હોસ્પિટલમાં મુલાકાત લઈ મેડિકલ ઓફિસર પાસેથી માહિતી મેળવી જરૂરી સાધન સામગ્રી તથા દવાની સવલત પૂરી પાડવા રજૂઆત કરવાનું નક્કી કર્યું હતું. ડો.તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જિલ્લામાં તો પીએમ કેરમાંથી આવેલા વેન્ટિલેટર અપાયા છે તે ધૂળ ખાઇ રહ્યા છે કારણ કે તે કન્વર્ટરના અભાવે વેન્ટિલેટર ચાલુ થઈ શકતા નથી. જિલ્લામાં બે હજાર કરતા વધુ લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ જિલ્લા તંત્ર શા માટે આંકડાઓ છુપાવે છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે.

અન્ય સમાચારો પણ છે...