તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજે 31 ડિસેમ્બર ના પગલે તાપી પોલીસે નશાખોર તત્વોને ડામવાની સાથે વિદેશી દારૂને પકડવા એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડરને અડીને આવેલ 07 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ અને 10 આંતર જિલ્લા ચેકપોસ્ટ બનવી તાપી જિલ્લા પોલીસ પણ સર્તક થઈ આવા તત્વોને ડામવા માટે સઘન ચેકીંગ હાથ ધરાયુ છે. તાપી જિલ્લા પોલીસ દ્વારા ચેકીંગ અંતર્ગત જિલ્લા સહીત હાઇવે પર તેમજ વ્યારાના વિવિધ સ્થળો પર વાહનોના ચેકીંગ, માલ સમાનની ચકાસણી હાથ ધરવામાં આવી છે.
નવા વર્ષની ઉજવણીને પગલે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને યુવા વર્ગ 31 ફસ્ટની ઉજવણી કરવા આતુરતાથી રાહ જોતો હોઈ છે. 31 ડિસેમ્બર એક દિવસ પૂર્વે નશાખોર તત્વો, તેમજ વિદેશી દારૂ ગુજરાતમાં ન પ્રવેશે એ માટે જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદારએ ચાંપતો બંદોબસ્ત ઠેરઠેર ગોઠવી દીધો છે. મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડરને અડીને આવેલ તાપી જિલ્લામાં પણ પોલીસ દ્વારા વિવિધ 07 ચેકપોસ્ટો બનાવી સઘન ચેકીંગ હાથ ધરાયુ છે. જ્યારે તાપી જિલ્લાને જોડતા આંતર જિલ્લા સહિત જિલ્લામાં 10 ચેકપોસ્ટ પર નવા વર્ષને ધ્યાને રાખી એસઆરપીની એક પ્લાટુન પણ બંદોબસ્તમાં જોડાશે.
વાહનોની સાથે સાથે ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટ પણ પોલીસની રડારમાં રહેશે
તાપી પોલીસ દ્વારા મહારાષ્ટ્ર તરફથી આવતા તમામ વાહનો પર બાઝ નજર રાખી 31 ડિસેમ્બરની ઉજવણી કરી આવતા નશાખોર તત્વોનો નશો ઉતારવા પોલીસ ખડેપગ રહેશે. તાપી જિલ્લા સાતેય તાલુકામાં સોનગઢ, ઉચ્છલ, નિઝર, વ્યારા, ડોલવણ, કુકરમુન્ડા, વાલોડ પોલીસ દ્વારા દારૂડિયાને પકડવા સઘન ચેકીંગ હાથ ધરી તમામ વાહનો ચેક કરી સાથે ફાર્મ હાઉસો,વાહનોની ચેકીંગ સાથે જિલ્લામાં નજર રાખવામાં પણ અલગ અલગ પોઈન્ટો બનાવી પોલીસે ચેકીંગ હાથ ધર્યું છે.
વ્યારામાં ત્રણ સ્થળે ચેકિંગ કરાશે
જિલ્લાના મુખ્ય વડા મથક વ્યારા નગર ખાતે વ્યારા પોલીસ દ્વારા એક્સન પ્લાન બનાવીને ઉનાઈ નાકા, મિશન નાકા, જનક ત્રણ રસ્તા સહીત વિવિધ સ્થળોએ વાહન ચેકીંગ હાથ ધરી હતી. વ્યારા પોલીસે પૂર્વ સંધ્યાએ પણ કડક કામગીરી હાથ ધરી હતી.
જો પકડાયા તો કડક કાર્યવાહી થશે
તાપી જિલ્લા જિલ્લામાં ફાર્મ હાઉસો, વાહનોના ચેકીંગ દ્વારા દારૂડિયાઓને ચકાસણી કરશે અને જિલ્લામાં દારૂ હેરાફેરી પર નજર રાખવામાં પણ અલગ અલગ પોઈન્ટો બનાવી પોલીસે ચેકીંગ હાથ ધરશે.કસુરવારો સામે કાયદાકીય પગલા ભરાશે. - આર.એલ.માવણી, ડીવાયએસપી, વ્યારા
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.