તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના બેકાબૂ:કાનપુરામાં 52 ટેસ્ટમાંથી 3માં શંકાસ્પદ કોરોનાના લક્ષણો

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્યારાના નગર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના નો જોર વધી રહ્યું છે જેને પગલે લોકો પણ જાગૃત દર્શાવી રહ્યા છે. રવિવારના રોજ કાનપુરા ખાતે કાનપુરા મિત્ર મંડળ દ્વારા સ્થાનિક લોકો માં કોરોના બાબતે સજગતા આવે અને તેનું ચેકઅપ કરાવે એ માટે ટેસ્ટ કરવા બેંક.ઓફ.બરોડા કાનપુરા નજીક તાપી જિલ્લા આરોગ્ય વિભાગની ધન્વંતરી રથની ટીમને બોલાવી હતી અને જ્યાં લોકોએ સ્વેચ્છિક કોરોના ના ટેસ્ટ કરાવ્યા હતા જેમાં 52 વ્યક્તિઓએ કરાવ્યા હતા.જે પૈકી ત્રણ વ્યક્તિઓને શંકાસ્પદ કોરોના ના લક્ષણો નજરે પડતા તાત્કાલિક તેમને ડોક્ટરોના માર્ગદર્શન મુજબ દવા ચાલુ કરી દેવાઈ હતી અને તેમના ઘર જ હોમ કવૉરોન્ટાઇન ની કામગીરી હાથ ધરી દેવાઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો