તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આપઘાત:ટાઈલ્સ ફિટિંગનું કામ છોડી દુકાન શરૂ કરી છતાં સફળતા ન મળતા આપઘાત

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મૂળ રાજસ્થાનના હાલ થોડા સમય પહેલાં જ વ્યારા નગરમાં નવી ચાલુ કરેલી કરિયાણાની દુકાન ચલાવતા 32 વર્ષીય યુવક દ્વારા આર્થિક સંકડામણને કારણે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં ભારે ચકચાર મચી ગઇ હતી.

મૂળ રાજસ્થાન ના વતની અને હાલ વ્યારા નગરના વાટિકા રેસીડેન્સી મુસા રોડ પર રહેતા યુવક છોટારામ ગોમરામ ગુજ્જર (32) રહે છે. છોટુરામ ની પત્ની હાલ સગર્ભા હોય તેને રાજસ્થાન ખાતે મોકલી હતી. થોડા સમય થી એકલો મકાનમાં રહેતો હતો. યુવકે શરૂઆતમાં ટાઈલ્સ ફિટિંગનું કામ કરતા હતા. જે કામ બંધ થઈ જતા હાલ થોડા સમય પહેલા યુવકે વ્યારા નગરમાં કિરાણાની દુકાન ચાલુ કરી હતી. જે દુકાનમાં મંદી રહેતા મુશ્કેલી વધી હતી, અને આર્થિક સકડામળ અને ધંધામાં મંદી આવી જતા છેલ્લા થોડા દિવસથી છોટુરામ ટેન્શન માં રહેતો હતો. ગતરોજ મુસાગામમાં મકાન માં આવેલા બેઠકરૂમમાં પંખાના હુક મા દોરી બાંધી તેનો ગળાના ભાગે બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. જે બનાવ અંગે આજુબાજુમાં જાણ થતાં તેમના સંબંધીઓને જાણ કરી હતી. બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે જઇ યુવકની લાશને ઉતારી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. જે બનાવ અંગે પ્રકાશચંદ ગુજ્જર એ વ્યારા પોલીસ માં બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો