તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:મક્ક્મ નિર્ધાર હોય તો કામયાબી અચૂક કદમ ચૂમે છે, કોમ્પ્યુટર - ટાઇપીંગ મારા જમણા હાથનો કમાલ

વ્યારા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
કચેરીમાં કામ કરતા તેજરાજ ઠાકોર. - Divya Bhaskar
કચેરીમાં કામ કરતા તેજરાજ ઠાકોર.
  • એક હાથે જુનિયર ક્લાર્ક તરીકે જિલ્લા પંચાયતમાં ફરજ બજાવી રહ્યા છે

કુદરતી રીતે જયારે જન્મજાત માનવીમાં કોઇ શક્તિની ઉણપ કે ખામી હોય ત્યારે આપણે કુદરતને દોષ આપીએ છીએ. પરંતુ બીજી તરફ દિવ્યાંગ માનવીઓમાં ભરપુર શક્તિઓ કુદરત જ આપે છે. એમ કહી શકાય કે દિવ્યાંગો અન્ય માનવીઓ કરતા વશિષ્ટ શક્તિઓ ધરાવે છે.વ્યારા જિલ્લા સેવા સદન માં ફરજ બજાવાય દિવ્યાંગ વ્યક્તિ તેજરાજ ઠાકોર અન્ય માટે પ્રેરણાં રૂપ બન્યા છે.

તાપી જિલ્લાના વ્યારાના વતની તેજરાજભાઇ ગણપતભાઇ ઠાકોર, જુનિયર ક્લાર્ક તરીકે સેવા સદનના જિલ્લા પંચાયતની વિકાસ શાખામાં ફરજ બજાવી રહ્યા છે. કોલેજ કાળમાં તેઓ કેમ્પસ ઇન્ટરવ્યુમાં સિસ્કો કંપની બેંગલોરમાં સીલેક્ટ થયા. પરંતુ વતન અને માતાપિતાની સેવા કરવા એ જોબ જતી કરી. ગુજરાત સરકારની વર્ષ 2017ની પંચાયત ગૌણસેવાની જુનિયર ક્લાર્કની પરીક્ષા પ્રથમ વખત આપી અને પહેલી જ તકમાં સફળ થઇને સરકારી નોકરી મેળવી લીધી. માતાપિતાને તેઓના જન્મથી જ ભવિષ્ય માટે ચિંતા હતી એ નોકરી મળતા જ દૂર થઇ હતી. તેજરાજભાઇ જ્ન્મથી ડાબા હાથે વિક્લાંગ છે. તેઓ બી.ઇ કોમ્પ્યુટર એન્જીનિયર થયેલા છે. દિવ્યાંગ જે સામાન્ય વ્યક્તિની જેમ દરેક કામ ખૂબ જ સહજતાથી કરી લે છે. તેમણે શારીરિક ખામીને ક્યારેય પોતાની કમજોરી બનવા દીધી નથી.

આજે તેઓ સરકારી નોકરી કરે છે અને એક સામાન્ય વ્યક્તિની જેમ જ ઓફીસના કામો ખુબ જ સરળતાથી કરી લે છે. તેજરાજભાઇ સામાન્ય વ્યક્તિની જેમ ઓફીસના કામો કરે છે. ફાઇલ લઇને એક કચેરીથી બીજે જવુ, ફાઇલીંગ કરવું, ટાઇપીંગ કરી રીપોર્ટ બનાવવા, તાલુકાના કર્મચારીઓ સાથે સંકલન કરવું. આ તમામ કામગીરી કોમ્પ્યુટર ઉપર કરવાની હોવાથી તેઓ તમામ કામગીરી એક હાથે પણ સરળતાથી કરે છે. આ તેઓની રોજીંદી કામગીરી છે. જેના માટે તેઓનો એક હાથ જ પૂરતો છે. જયારે તેમને કોમ્પ્યુટર અને ટાઇપીંગ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે હસ્તા મુખે કહ્યુ, યે તો મેરે દાયે હાથકા ખેલ હૈ..કઠોર પરિશ્રમનો કોઇ વિક્લ્પ નથી”-એવુ માનતા તેજરાજભાઇ વધુમાં જણાવે છે કે, “સરકાર દ્વારા વિક્લાંગ કોટામાં મને જોબ મળી અને મારા કૌશ્લ્યથી મારું ભવિષ્ય સુરક્ષિત કરી શક્યો છું. મારા પરિવારમાં માતા-પિતા અને પત્નિ છે.

અન્ય સમાચારો પણ છે...