તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સમસ્યા:વ્યારા પાલિકાની ઓબીસી બેઠક વધારો કરવા કલેક્ટરને રજુઆત

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્યારા નગરપાલિકાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડાયું છે જે અંતર્ગત પછાત વર્ગ ઓબીસીની બેઠકોમાં વધારો કરવા તેમજ સુધારો કરવા માટે સામાજિક કાર્યકર્તા સંજયભાઈ રાણાની માં તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તેમજ ચૂંટણી વિભાગમાં રજૂઆત કરાઇ હતી. વ્યારાના સંજય રાણાની આગેવાનીમાં તાપી જિલ્લા કલેકટર સહિત ચૂંટણી વિભાગમાં વ્યારા નગરપાલિકાની ચૂંટણી બાબતમાં કરાયેલી રજૂઆત મુજબ આવનાર નવેમ્બર-ડિસેમ્બરમાં વ્યારા નગર પાલિકાની ચૂંટણી યોજનાર હોય જેમાં વોર્ડ નંબર 5 ,6 અને , દર્શાવેલ વ્યારા નગરપાલિકાના વોર્ડ માં પછાત વર્ગ માટે ત્રણ બેઠકો ફાળવેલ છે. જે બેઠક પછાત વર્ગના અનામત કે બિન અનામત છે.જ્યારે બે બેઠક પછાત વર્ગ (ઓબીસી) બક્ષીપંચ સ્ત્રી મહિલા અનામતને ફાળવણી કરી છે કે જે બેઠક ફાળવણી કરાઇ છે. જે અંગે વાંધા રજુ કરીએ હતો. વ્યારા નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આજદિન સુધી પછાત વર્ગ બે-ત્રણ બેઠક ફાળવવામાં આવે છે. પછાત વર્ગ ઓબીસીને 27 ટકા અનામત છે તે મુજબ બેઠકો ની ફાળવણી થાય છે કે કેમ? હાલમાં પણ નગરપાલિકા આગામી ચૂંટણીમાં ત્રણ બેઠકો ફાળવેલ હોય છે .જેમાં બે સ્ત્રી અનામત અને એક પછાત વર્ગ અનામત કે બિન અનામત છે. પછાત વર્ગો ઓબીસી 27 ટકા અનામત આપવામાં આવે છે.તે ધ્યાનમાં લઇ પછાત વર્ગ ની બેઠકો ઓછી હોય તો તાત્કાલિક વધારો કરવા માટે અરજ કરવામાં આવે છે. બેઠક પછાત વર્ગને અનામતની ફાળવણીમાં સ્ત્રી અને પુરુષ એક સમાન તક આપવામાં આવે તો સ્ત્રી અને પુરુષ બંને ઉમેદવારી કરવાની તક મળે તે રીતે સુધારો કરવા માટે રજૂઆત કરાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો