તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:અન્નપૂર્ણા યોજના શરૂ કરવા રાષ્ટ્રીય મજૂદર કોંગ્રેસની કલેક્ટરને રજૂઆત

વ્યારા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહામારીના કારણે લોકો બેકાર થયા છે, જીવનનિર્વાહ મુશ્કેલી પડી રહી છે

હાલ કોરોના મહામારીમાં લોકોને રોજગારી છીનવાઈ જતાં તાપી જિલ્લામાં કલેકટરને રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસ દ્વારા ગરીબ શ્રમિકો માટે અન્નપૂર્ણા યોજના શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી તાપી જિલ્લા કલેકટરને રજૂઆત કરતા જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા સુરત સહિત અનેક શહેરોમાં માટે અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવેલ છે. તે બંધ કરી દેવાતા ગરીબ લોકોને ખાવાની હાલાકી ભોગવવી પડી છે. ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે લોકો ધંધા મજૂરી વગર લોકો બેકાર થઈ ગયા છે.

તેમના જીવનનિર્વાહ ચલાવવામાં મુશ્કેલી પડે છે .કામ ધંધા બંધ થઈ જતા હોવાને કારણે પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ સંકટ ઊભું થઈ રહ્યું છે ત્યારે આવા સમયમાં 10 રૂપિયામાં મળતી અન્નપૂર્ણા યોજના બંધ કરી દેવાતા શ્રમજીવી વર્ગમાં મુશ્કેલીઓ વધી રહી છે જેથી ગરીબ મજૂરોને હિતમાં આ બંધ યોજના મુજબ ચાલુ કરવામાં આવે તે માટે ભારતીય રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસ ગુજરાત એકમ દ્વારા માંગણી કરવામાં આવે છે. આ યોજના સત્વરે વિના વિલંબે શરૂ કરવા માટે રાજ્ય સરકારને અપીલ તાપી જિલ્લા પ્રમુખ રાકેશભાઈ સોની, મીરામજી ગામીત અને હેમંત ગામીત વગેરે દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...