તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:વ્યારામાં NSUI દ્વારા વિવિધ શૈક્ષણિક પ્રશ્નો બાબતે તાપી કલેક્ટરને રજૂઆત

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી NSUI દ્વારા તાપી જિલ્લાની ખાનગી અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા તેમજ નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ફી બાબત તથા ધોરણ 11માં નવા પ્રવેશમાં વર્ગો અને બેઠકો વધારવા અને કોરોના કાળમાં પિતા કે ભાઈ ગુમાવેલ વિદ્યાર્થીઓની ફી માફી આપવા બાબતો અધિક કલેકટરને કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

વ્યારા ખાતે એનએસયુઆઇ દ્વારા તાપી જિલ્લા કલેકટર આર. જે. હાલાણીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે શાળામાં નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના વાલીઓની આર્થિક સ્થિતિ નબળી હોય ફી ચૂકવવા હાલ સક્ષમ નથી. જેથી ફી બાબતે વાલીઓને દબાણ કરશો નહી તેમજ શાળામાં ન પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓના વાલી પાસેથી નિયમો અનુસાર ત્રણ હપ્તામાં ફી લેવાય તે મુજબની કાર્યવાહી કરવી અને વિદ્યાર્થીઓ ફીના કારણે અભ્યાસ ન છોડી જાય તેની તકેદારી રાખવી તેમજ ખાનગી માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 30% ફીની માફીની રાહત આપવી કોરોનાના વૈશ્વિક મહામારીમાં લોકોના ઘરમાંથી કામ કરનાર વ્યક્તિ તરીકે પિતા કે દિકરો ગુમાવ્યો હોય ત્યારે ફી ભરવાના કારણે વિદ્યાર્થીઓની ફી માફી આપવામાં આવે અને સંચાલકો જવાબદારી અદા કરેે તેમજ સરકાર દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોસન આપવામાં આવ્યુ છે ત્યારે ં ધોરણ 11ના વર્ગો અને બેઠકો વધારવી ઉપરોકત તમામ વિગતોને ધ્યાને લઇને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...