તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ડોલવણના વિવિધ ગામોમાં નેટવર્ક ચાલુ કરાવવા મામલતદારને રજૂઆત

વ્યારા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલમકુઈ-પીપલવાડામાં ટાવર મૂકાયા પણ શરૂ કરાયા નથી

ડોલવણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોલવણ તાલુકાના અંતરીયાળ જંગલ વિસ્તારમાં મોબાઈલ ટાવર હોવા છતાં ચાલુ ન હોવાને કારણે નેટવર્ક રહેતું ન હોય. હાલની કોરોના મહામારીમાં ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓ વંચિત રહે છે. ત્યારે વહેલી તકે મોબાઈલ ટાવર ચાલુ થાય તેવી માંગણી સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષારભાઈ ચૌધરીના આગેવાનીમાં મામલતદાર ડોલવણને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

હાલના ડિજીટલ યુગમાં મોબાઈલ નેટવર્ક અત્યંત આવશ્યક છે. ડોલવણ તાલુકાનો અંતરિયાળ જંગલ વિસ્તાર આવેલ છે. જેમાં સમાવિષ્ટ નામો કલમકુઈ, આસોપાલવ, આમણીયા, ધોળકા, હરિપુરા, બરડીપાડા, પીપલવાડાથી રાયગઢ હલમુડી આમોનીયા સુધીનો વિસ્તાર છે. ડોલવણ તાલુકાના જંગલની પૂર્વપટ્ટીમાં ટાવર ન હોવાને કારણે મોબાઈલ નેટવર્ક મળતું નથી. ડિજીટલ યુગમાં આઝાદીના 74 વર્ષ વીત્યા છતાં પણ ઓગણીસમી સદીનું જીવન જીવવા મજબૂર બન્યા છે . Covid મહામારીના કારણે શિક્ષણ અને પરિક્ષાઓ ઓન - લાઈન થઈ રહી છે નેટવર્કના કારણે વિદ્યાર્થીઓ અને સમસ્ત પ્રજા ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહી છે. હાલમાં ખાનગી કંપનીના ટાવર કલમકુઈ અને પીપલવાડા ગામે ટાવર છેલ્લા અઢી વર્ષથી ઉભા કરવામાં આવેલા છે. તેમ છતાં આજ દિન સુધી ચાલુ કરવામાં આવ્યા નથી.

આ વિસ્તારના વિદ્યાર્થીઓ સમસ્ત પ્રજાની નેટવર્ક સમસ્યા હલ થાય એ માટે સત્વરે કલમકુઈથી પીપલવાડા ટાવર ચાલુ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...