તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:પીપલવાડામાં મોબાઈલ ટાવર શરૂ કરાવા કલેકટરને રજૂઆત

વ્યારા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્સ્ટોલેશન બાકી હોવાથી ત્રણ વર્ષથી નેટવર્ક સુવિધા બંધ

ડોલવણના પીપલવાડા ખાતે સ્થિત જીઓ મોબઈલ ટાવરનું ઈન્સ્ટોલેશન બાકી હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી નેટવર્ક સુવિધા બંધ હોવાની રજૂઆત તાપી જિલ્લા કલેકટર સહિત અન્ય સ્થળોએ ગ્રામજનોએ કરી હતી.ડોલવણ તાલુકાના પંચાયતના પ્રમુખ સહિત ગ્રામજનોએ તાપી જિલ્લા કલેકટર આર.જે.હાલાણીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ડોલવણ તાલુકાનું અંતરીયાળ ગામ પીપલવાડા સ્થિત જીઓ મોબઈલ ટાવર (ID9056) વર્ષ 2017માં પૂર્ણ થયેલ છે, પરંતુ ઈન્સ્ટોલેશન બાકી છે.

છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે હાલ ચાલી રહેલી કોરોના વેશ્વિક મહામારી અંતર્ગત શાળા અને કોલેજો ઓનલાઈન શિક્ષણ ચલાવી રહી છે. પરંતુ મોબાઈલ ટાવરનું ઇનસ્ટોલેશન બાકી હોવાથી ચાલુ કરેલ નથી, જેના કારણે ઓનલાઈન ક્લાસ ભરવા માટે નેટવર્કની શોધમાં દૂર સુધી જવું પડે છે. ઘણા વિદ્યાર્થીઓએ ડુંગર પર જઈને પણ ઓનલાઈન ક્લાસ ભરવાની ફરજ પડે છે, જે જોખમી છે આપ સાહેબ વિનંતી છે કે, ઉપરોક્ત વિષયના અનુસંધાન વિચારણા કરી ટાવરનું બાકી રહેલ કામ પૂર્ણ કરાવી ટાવર ચાલુ કરાવી આપવામાં આવે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...