તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:વ્યારાના સિંગીમાં બોયઝ હોસ્ટેલ ચાલુ કરવા કલેક્ટરને રજૂઆત

વ્યારા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
વ્યારા માં સીગી માં હોસ્ટેલ ચાલુ કરવા માંગ કરવામાં આવી હતી. - Divya Bhaskar
વ્યારા માં સીગી માં હોસ્ટેલ ચાલુ કરવા માંગ કરવામાં આવી હતી.

વ્યારા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી દ્વારા વ્યારા ખાતે સીંગીમાં આવેલી હોસ્ટેલ ચાલુ થાય અને હાલના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોસ્ટેલ વિદ્યાર્થીઓને હાલાકી થઈ રહેલ છે. તે માટે વહેલા તે પહેલા ધોરણે સિંગીની હોસ્ટેલ ચાલું કરવા કલેક્ટરને રજૂઆત કરી છે.

તાપી જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તાપી જિલ્લા કલેકટર આર. જે હાલાણીને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે સરકારી કુમાર છાત્રાલય વહેલી તકે ચાલુ કરવામાં આવે એ જરૂરી છે. વ્યારા કોલેજમાં 8 ફેબ્રુઆરીના રોજ તમામ વ્યારા કોલેજના છાત્રાલય નોટિસ આપવામાં આવી હતી કે વ્યારા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે, જેની તમામ રાબેતા મુજબ અભ્યાસની કામગીરી માટે હોસ્ટેલ ચાલુ કરવી પડશે પરંતુ સિંગી ખાતે સરકારી કુમાર છાત્રાલય આજદિન સુધી ચાલુ કરવામાં આવી નથી, જેમાં ટી.વાય.બી.એ અને ટીવાય બીકોમ તથા એમ.એ પાર્ટ વન અને ટુ અને પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. જેઓ એ હાલ દૂર દૂરથી અપડાઉન કરવામાં મુશ્કેલી પડી રહી છે. સિંગીના સરકારી છાત્રાલયને ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી દૂર થાય એ માંગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો