હાલાકી:વ્યારામાં એસટી ન આવતા અટવાયેલાં વિધાર્થીઓનો બસ સ્ટેન્ડમાં બેસી વિરોધ

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બસ ન આપતા વ્યારા બસ સ્ટેન્ડમાં બેસી વિરોધ નોંધાવી રહેલા મુશ્કેલીમાં મુકાયેલા વિધાર્થીઓ. - Divya Bhaskar
બસ ન આપતા વ્યારા બસ સ્ટેન્ડમાં બેસી વિરોધ નોંધાવી રહેલા મુશ્કેલીમાં મુકાયેલા વિધાર્થીઓ.
  • આહવા રૂટની બસ ન આવતા શાળા-કોલેજના છાત્રો અટવાયા

વ્યારા નગર ખાતે આવેલા નવા એસટી સ્ટેન્ડ પર આજે આહવા તરફથી આવતી એક બસ ન આવતા આ રૂટ પર મુસાફરી કરતા વિદ્યાર્થીઓને સાંજના સમયે મુશ્કેલી વધી ગઈ હતી. વિદ્યાર્થીઓએ બસ સ્ટેન્ડમાં બેસી જાય અને વિરોધ કર્યો હતો બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી હતી અને વિદ્યાર્થીઓને એસટી સંચાલકો વચ્ચે મધ્યસ્થી બની સમાધાન કરાવતા વ્યારા એસટી સ્ટેન્ડમાં તાત્કાલિક બસની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી અને વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડી દીધા હતા મામલો થાળે પડ્યો હતો.

વ્યારા નવા બસ સ્ટેન્ડ ખાતે સાંજે આહવા તરફથી આવતી બસ આવી ન હતી. જેને લઇને આહવા રૂટ પરથી શાળાઓ અને કોલેજોમાં આવતા વિદ્યાર્થીઓને ઘરે જવા માટે મુશ્કેલી ઉભી થઈ હતી. વિદ્યાર્થીઓ દ્વારા બસની વ્યવસ્થા માટે એસટી ડેપોના આંગણા માં બેસી ગયા હતા. જેના પગલે વ્યારા પોલીસ દ્વારા એસટી ડેપો પર આવી ગયા હતા. બીજી તરફ આપ અને કોંગ્રેસ ના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓ સાથે રહીને બસની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે એસ.ટી.ડેપોના કર્મચારીઓને રજૂઆત કરી હતી.

એસટી ડેપોના કર્મચારી વિનયભાઈ દ્વારા તાત્કાલિક આ રૂટ પર ના વિદ્યાર્થીઓ અને મુસાફરોને મુશ્કેલી ન પડે એ માટે તાત્કાલિક એક બસ બોલાવી લેવાઇ હતી. બસમાં મુસાફરોને ભરી ને રૂટ પર મોકલી અપાઇ હતી.જેને લઇને વિદ્યાર્થીઓ માં રાહત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...