તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિગમ:તાપીમાં રક્ષાબંધન વિષય પર રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધા

વ્યારા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા યુવાધનને યોગ તથા શારીરિક રીતે સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજી વપરાશના અભિગમથી “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ” ના અભિગમ સુધી લઇ જવાની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. કોરોના મહામારીના સંજોગોમાં સોશિયલ મીડિયામાં કિંમતી સમય વેડફતા બાળકોને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરી રમત-ગમત પ્રવૃતિઓ સાથે અન્ય રચનાત્મક પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરવા જરૂરી છે.

જે અન્વયે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી તથા યુવા વિકાસ અધિકારી કચેરી તાપીના સંયુકત ઉપક્રમે “રક્ષાબંધન” વિષય પર રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં 8થી 13 વર્ષના બાળકો ભાગ લઇ શકશે. સ્પર્ધકે A-4 સાઇઝના પેપર પર “રક્ષાબંધન” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી તા.13/09/2021 બપોરે 12 કલાક સુધી જિલ્લા યુવા વિકાસ અધિકારીને બ્લોક નં-06 પ્રથમ માળ, જિલ્લા સેવા સદન પાનવાડી વ્યારાને મોકલવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...