તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:તાપી જિલ્લામાં થિયેટરો, ઓડિટોરીયમ, હોલ અને વિવિધ મનોરંજક સ્થળો 50%ની ક્ષમતા સાથે શરૂ

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની વર્તમાન સ્થીતીને જોતૈ તાપી જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. જે મુજબ તાપીમાં લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 100 વ્યક્તિઓની મંજૂરી રહેશે. અંતિમક્રિયા અને દફનવિધી માટે મહત્તમ 40 વ્યક્તિઓની મંજૂરી રહેશે.

નવી ગાઈડલાઈન મુજબ તાપી જિલ્લા ની દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, વાંચનાલયો, જીમ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્ષ, માર્કેટીંગ યાર્ડ, હેર સલુન, બ્યુટી પાર્લર રેસ્ટોરેન્ટ, અઠવાડીક ગુજરી બજાર હાટ તેમજ વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તા.17.07.21 સુધીમાં વેક્સિનની પ્રથમ ડોઝ લેવાનો રહેશે. જીમ 60 ટકા ક્ષમતા સાથે તથા જાહેર જનતા માટે જાહેર બાગ-બગીચા સવારે 06 થી સાંજે 07 વાગ્યા સુધી કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે S.O.P.ને આધિન ચાલુ રાખી શકાશે.

લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 100 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત રહેશે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૪૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજીક (જેમ કે બેસણું), ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા જાહેર જનતા માટે ધાર્મિક સ્થાનો મહત્તમ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે એસઓપીને આધિન ખોલી શકાશે. પરંતું બંધ સ્થળોએ 50 ટકા ટકાની ક્ષમતામાં ચાલુ રહેશે. IELTS તથા TOEFEL જેવી પરીક્ષાઓ કોરોનાને લગતી તમામ નિયમોને આધિન યોજી શકાશે. વાંચનાલયો 60 ટકા ક્ષમતા સાથે કોરોનાને લગતી તમામ નિયમોને આધિન રહેશે.

પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 75 ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્પોર્ટ્સ સ્ટેડીયમ, સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે. સિનેમા થિયેટરો, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો, મહત્તમ 50 ટકા કેપેસીટીમાં ચાલુ રહેશે. તો બીજી તરફ તાપી જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થા, કોચિંગ સેન્ટરો, વોટર પાર્ક, સ્પા, સ્વિમીંગ પુલ હજી પણ બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...