તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:તાપી જિલ્લામાં 50% ક્ષમતા સાથે જીમ, બગીચાઓ, વાંચનાલય શરૂ

વ્યારા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
વ્યારામાં શુક્રવારથી બાગ બગીચા નગરજનો માટે ખોલવાના હોવાથી, ગુરુવારે સફાઇ કામ કરી સ્વચ્છ કરાયા. - Divya Bhaskar
વ્યારામાં શુક્રવારથી બાગ બગીચા નગરજનો માટે ખોલવાના હોવાથી, ગુરુવારે સફાઇ કામ કરી સ્વચ્છ કરાયા.
  • બાગ-બગીચા સવારે 6 થી સાંજે 7 વાગ્યા સુધી ખુલશે

તાપી કલેક્ટર આર.જે.હાલાણીએ કોરોનાને કાબૂ કરવા કેટલીક માર્ગદર્શિકા તથા પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. તાપીમાં નવી માર્ગદર્શિકાઓ મુજબ હવે જીમ 50 ટકા ક્ષમતા સાથે તથા જાહેર જનતા માટે જાહેર બાગ-બગીચા સવારે 6 થી સાંજે 7 વાગ્યા સુધી કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે SOPને આધિન ચાલુ રાખી શકાશે. લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50 વ્યક્તિની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત રહેશે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 20 વયક્તિઓની મંજૂરી રહેશે.

તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા જાહેર જનતા માટે ધાર્મિક સ્થાનો 50 વ્યક્તિઓની મર્યાદામાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે એસઓપીને આધિન ખોલી શકાશે. IELTS તથા TOEFEL જેવી પરીક્ષાઓ અને વાંચનાલયો 50 ટકા ક્ષમતા સાથે કોરોનાને લગતી તમામ નિયમોને આધિન રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 60 ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.

જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્પોર્ટ્સ સ્ટેડીયમ, સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે. અઠવાડિક ગુજરી, બજાર, હાટ, શૈક્ષણિક સંસ્થા, કોચિંગ સેન્ટર, શૈક્ષણિક કાર્યક્રમો, થિયેટરો, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ, વોટરપાર્ક, મનોરંજક સ્થળો, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે. તાપી જિલ્લામાં પ્રવેશ કરતાં મુસાફરોને RTPCR સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપેલ સૂચનાઓ લાગુ રહેશે. આ જાહેરનામું તા.26.06.21 સુધી અમલમાં રહેશે, જે સમગ્ર તાપી જિલ્લાના વિસ્તારને લાગુ ૫ડશે.

અન્ય સમાચારો પણ છે...