તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા પરમો ધર્મ:વ્યારામાં હોમ કોરોન્ટાઇન દર્દીઓ માટે ભોજન સેવા શરૂ

વ્યારા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
વ્યારાના સાત નંબરના વોર્ડમાં હોમ કોરોન્ટાઇન દર્દીઓ માટે વિના મૂલ્યે ભોજન પુરી પાડતા સેવાભાવી લોકો. - Divya Bhaskar
વ્યારાના સાત નંબરના વોર્ડમાં હોમ કોરોન્ટાઇન દર્દીઓ માટે વિના મૂલ્યે ભોજન પુરી પાડતા સેવાભાવી લોકો.
 • કોરોનાના દર્દીઓને પડી રહેલી મુશ્કેલી નિવારવા વ્યારાવાસીઓનો સેવાયજ્ઞ

વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર સાતના કેટલાક સલ્મ વિસ્તાર હોય જેને લઇને વોર્ડ નંબર સાતના વિસ્તારમાં હોમકોરોન્ટાઇન થયેલા પરિવાર માટે વિના મૂલ્યે ભોજન સેવા શરૂ કરવામાં આવી છે.વ્યારા પંથકમાં કોરોનાના કેસ વધી રહેતા મુશ્કેલી સર્જાય છે. બીજી તરફ એક જ પરિવારમાં બે વ્યક્તિઓ અથવા ઘરની મહિલા જ જ્યારે કોરોનાના કારણે હોમકોરોન્ટાઇન હોય ત્યારે ઘરની મુશ્કેલી વધી જાય છે. જેને ધ્યાનમાં લઇ વ્યારા પાલિકાના ઉપપ્રમુખ સુધીરસિંહ ચૌહાણ અને તેના પત્ની પીનાબહેન દ્વારા ઘરના પાછળના ભાગે ભોજનની સેવાકીય કામગીરી ચાલુ કરી હતી.

છેલ્લા સાત દિવસથી સ્થાનિક મહિલાઓ અને યુવાનોના સહયોગથી સવાર સાંજ બે ટાઈમ સાત્વિક ભોજન બનાવી રહ્યા છે. સ્થાનિક યુવાનોની ટીમ દ્વારા ભોજન તૈયાર થાય એ નોંધણી થયેલા વોર્ડ નંબર સાતના હોમકવરોન્ટાઇન રહેલા તમામ પરિવારોને ઘરબેઠા પાર્સલ આપી આવે છે. આ અંગે સેવાકીય કામમાં જોડાયેલા સેવાભાવીઓએ જણાવ્યું હતું કે સાત દિવસથી ચાલતા સેવાકીય ભોજન કાર્યમાં સ્થાનિક મહિલાઓ, યુવતી ઓ અને યુવાનોના સહકારથી ખૂબ સારો રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો