તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:15મીએ તાપી જિલ્લાના 24 કેન્દ્રો પર ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાશે

વ્યારા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લામાં તા.15મી જુલાઈથી યોજાનાર SSCઅને HSC પરીક્ષા સંદર્ભે જાહેરનામું બહાર પાડ્યું હતું.જેમાં તાપી જિલ્લાના સાત તાલુકાઓમાં વિવિધ શાળાઓ માં 24 કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓ ધોરણ 10-12ની પરીક્ષાઓ આપશે. પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી તા.15/07/2021 થી તા.28/07/2021 દરમિયાન અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વળવીએ જાહેરનામુ બહાર પાડી તમામ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુમાં 100 મીટરના ઘેરાવ વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યકિતઓએ એકત્રિત થવા, હથિયાર કે મોબાઈલ ફોન લઈ જવા પર તથા પરીક્ષા કેન્દ્રની 100 મીટરના અંતર સુઘીમાં ઝેરોક્ષ,ફેકસ સેન્ટરો ચાલુ રાખવા ઉપર મનાઈ ફરમાવી છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનારા સજાને પાત્ર થશે.

ઉપરોક્ત પરીક્ષાઓ માટે કુલ 24 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે જેમાં વ્યારાની- તાલુકા પ્રાથમિક શાળા, વિધા ગુર્જરી માધ્યમિક શાળા પનિયારી, મા શિવદુતિ સાયન્સ સ્કુલ, જે.બી.એન્ડ એસ.એ. સાર્વજનિક હાઈસ્કુલ ટાવરરોડ, શ્રીમતી કે.કે.કદમ કન્યા વિદ્યાલય ટાવરરોડ, શ્રી કે.બી.પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, શ્રી કે.બી.પટેલ પ્રાઈમરી સ્કુલ, શ્રી એમ.પી.પટેલ માધ્યમિક સ્કુલ, દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, એલ.એચ.ભક્ત સાર્વજનિક હાઇસ્કુલ ઘાટા, સોનગઢ તાલુકામાં આદર્શ નિવાસી માધ્યમિક શાળા, સાર્વજનિક હાઇસ્કુલ, નૂતન વિદ્યામંદિર, યુનિક વિદ્યાભવન, વાલોડમાં શ્રી સ.ગો.હાઇસ્કુલ, શ્રી જી.સી.પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા, બી.ટી.એન્ડ કે.એલ.ઝવેરી સાર્વ હાઇ. બુહારી, શ્રી આર.વી.પટેલ ઉ.મા.સહિના કેન્દ્રો પર પરીક્ષાઓ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...