કોરોના સંક્રમણ:તાપી જિલ્લામાં 2 દિવસથી કોરોનાના કેસ 5 પર સ્થીર

માયપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લમાં શુક્રવારના રોજ કોરોનાના નવા 5 કેસ સામે 18 દર્દી સાજા થયા છે. તાપી જિલ્લામાં ગતરોજ 5 ની સામે આજે પણ 5 જેટલા દર્દીઓ આવ્યા છે, આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા કડક પગલાં લેતા હાલના તબક્કે ત્રીજી લહેરને કાબૂમાં લીધી હોવાનું આજના આંકડા પરથી માની શકાય, આજરોજ તાપી જિલ્લામાં 5 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં ડોલવણ તાલુકામાં આજે 2 કેસ, ઉચ્છલ તાલુકા 1 અને સોનગઢ તાલુકામાં 2 દર્દીઓ મળી કુલ 5 પોઝિટિવ આવ્યા છે

આજરોજ 1 મહિલા,3 પુરુષ અને 1 કિશોર સાથે કુલ 5 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા, તાપી જિલ્લામાં આજરોજ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કુલ 777 જેટલા લોકોના સેમ્પલો લેવાયા હતા, તે પૈકી આજરોજ 772 જેટલા નેગેટીવ કેસ આવ્યા છે, આજરોજ આવેલ 5 સાથે જિલ્લામાં સારવાર હેઠળ કુલ 68 કેસો થયા છે.

અન્ય સમાચારો પણ છે...