તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દક્ષિણ ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ:સોનગઢમાં ઈકો કારમાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરી કરતો એક ઝડપાયો, સરભોણમાં જમીન ખેડવા બાબતે બે પિતરાઇ ભાઈઓ બાખડ્યા

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈકો કારમાં બોનેટ અને પાછળ ગેસની ટાંકીમાં દારૂ છુપાવેલો હતો. - Divya Bhaskar
ઈકો કારમાં બોનેટ અને પાછળ ગેસની ટાંકીમાં દારૂ છુપાવેલો હતો.

1. સોનગઢમાં ઈકો કારમાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરી કરતો એક ઝડપાયો
એલસીબીના ઈન્ચાર્જ પીએસઆઈ ડીએસલાડના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ નારાયણભાઈ બારોટ અને ટીમ દ્વારા સોનગઢના માંડળ ટોલ નાકા નજીક ફરજ પર હતા. દરમિયાન મારૂતી ઈકો કારમાં ભરતીય બનાવટનો વિદેશી દારૂની 743 બોટલ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા કારમાં ચોરખાના બનાવી દારૂ છુપાવેલો હતો. પોલીસે કુલ 1.45 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી જગન્નાથ પાંડુરંગભાઈ પાટીલ(ઉ.વ.39)ની ધરપકડ કરી હતી. જ્યારે જયદિપ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.

2. સરભોણમાં જમીન ખેડવા બાબતે બે પિતરાઇ ભાઈઓ બાખડ્યા
બારડોલી તાલુકાનાં સરભોણ ગામે માહયાવંશી મહોલ્લામાં રહેતા ગિરીશભાઈ નરસિંહભાઈ રાઠોડ (55) નાઓ ખેતીકામ તેમજ દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. ગતરોજ તેઓ સરભોણ ખાતે રામજી મંદિરની સામે આવેલ દુકાન ઉપર હાજર હતા તે સમયે તેમના કાકાનો દીકરો દિનેશભાઇ વસંતભાઇ રાઠોડ (રહે, કલ્યાણ, મુંબઈ) નાઓ તેમની પાસે આવ્યો હતો અને જણાવ્યુ હતું કે સરભોણ ગામ ખાતે આવેલ ખેતર કોને પૂછીને ખેડ્યું છે તેમ કહેતા ગિરીશભાઈએ જણાવ્યુ હતું કે તારા બાપુજીને લઈને સરભોણ ગામ ખાતે આવજે મે તેમને બધી વાત કરેલ છે. તેમ કહેતા દિનેશ એકદમ ઉશ્કેરાય ગયો હતો અને ગિરીશભાઈ સાથે મારામારી કરી ધક્કો મારતા ગિરીશભાઈ નીચે પટકાતાં તેમને માથાના ભાગે ઇજા પહોંચી હતી અને દિનેશે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી બનાવ અંગે સરભોણ આઉટ પોસ્ટના જમાદાર સંજયસિંહ સાંડસુરે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

3. માણેકપોરમાંથી 10 પશુઓ ભરેલ ટેમ્પા સાથે બે ઝડપાયા
બારડોલી પોલીસની ટીમે બાતમી આધારે માણેકપોર ગામની સીમમાં ને.હા-નં-53 ઉપર આવેલ શેરેપંજાબ હોટલના કમ્પાઉન્ડમાં રેડ કરી હતી. તે દરમ્યાન કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ એક ટેમ્પો નંબર જીજે-03-એએક્સ-5325ની પાછળના ભાગે તપાસ કરતાં તેમાં ટૂંકા દોરડા વડે ક્રૂરતા પૂર્વક બાંધેલ 8 ભેંસ અને 2 પાડીયા મળી આવ્યા હતા. પોલીસે ટેમ્પો ચાલક રામજીભાઈ સગરામભાઈ જોગરાણા (રહે, નાગલપુર, શંકરપરા, તા.જી-બોટાદ, તથા ક્લીનર જગૂભાઈ ઉર્ફે પદુભાઈ ખાચર (રહે, સહજાનંદ સોસાયટી, બાપા સીતારામ મઢૂલીની બાજુમાં ભાવનગર રોડ, બોટાદ) ને ઝડપી પાડી તેમની પાસે પશુ હેરફેરી અંગેની પાસ પરમિટ માંગતા તે મળી આવી ન હતી. પોલીસે બંનેની પૂછપરછ કરતાં આ પશુઓ બોટાદથી ભરી સોનગઢ ખાતે લઈ જઈ રહ્યા હોવાનું જણાવ્યુ હતું. પોલીસે કુલ 6.44 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

4. ચીખલીના સિયાદામાં ખાતર ડેપો શરૂ કરાયો
ચીખલી તાલુકાના ફડવેલ તેમજ આજુબાજુની સહકારી મંડળીઓમાં છેલ્લા ત્રણેક વર્ષથી ખાતરનું વેચાણ બંધ થઈ જતા ખેડૂતોએ ખાનગી એગ્રો સેન્ટર પરથી વધારે ભાવ ચૂકવી ખાતરની ખરીદી કરવાની નોબત ઊભી થઈ હતી. જેના લીધે ખેડૂતોને મોટું નુકશાન વેઠવું પડતું હતું. ખેડૂતોએ આ અંગે કાવેરી સુગરના ચેરમેન આનંદભાઈ દેસાઈને રજુઆત કરતા તેમના તથા ગુજકોમાસોલના ડિરેકટર નવનીતભાઈ પટેલના સહયારા પ્રયત્નથી સિયાદા ગામે ડેપોની મંજૂરી મળી હતી. ગુજકોમાસોલના અધિકારી સ્વ.અશ્વિનભાઈ પરમાર તથા મનીષભાઈ પટેલ દ્વારા મકાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

5. ઝેરી સાપની જોડી કેમેરામાં કેદ થઈ
ચીખલીના અંબાનગર પાસે ગરનાળામાં ઝેરી સાપની જોડી પ્રણયક્રિયા કરતી કેમેરામાં કેદ થઈ હતી.ચીખલીના અંબા નગર પાસે શિવ રેસિડેન્સીની સામે ગરનાળામાં ઝેરી સાપ રસલ્સ વાઈપર (કામળીયો) ની નર-માદાની જોડી પ્રણયક્રિયામાં મગ્ન હતી.જે દ્રશ્ય કેમેરામાં કેદ થયું હતું.આ સાપનો મિટિંગ પિરિયડ ચાલતો હોય ત્યારે જ મોટેભાગે જોવા મળે છે.આ દરમ્યાન એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યએ કોઈપણ વ્યક્તિ દ્વારા હેરાન ન કરવાનું જણાવતા સ્થનિકોએ પૂરતો સહયોગ આપ્યો હતો.

6. બારડોલીની બાળકીનું હ્દયનું સિવિલ હોસ્પિટલમાં વિનામુલ્યે સારવાર
બારડોલીના મઢી ગામે ટેલરિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા દિનેશભાઈ માંડલિયાની પુત્રી વિભૂતિ સ્વસ્થ થઈ જવાથી ખુબ ખુશ છે. રાજય સરકાર અને સુરત સિવિલ તંત્રનો આભાર વ્યકત કરતાં જણાવે છે કે, પુત્રીને અચાનક તા.20 ઓક્ટોબરના રોજ તાવ, માથાનો દુ:ખાવો થતા ફેમિલી ડોક્ટરો પાસે દવા લીધી, પરંતુ ફરક ન પડતા બારડોલી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી, સુરતની ખાનગી હોસ્પિટલમાં તા.૨૪ ઓક્ટોબરના રોજ ખસેડવામાં આવી.. જ્યાં ડોક્ટરોએ કહ્યું કે, દીકરીને હ્રદયમાં સોજો છે. આ પહેલાં કોરોના સંક્રમણ પણ થઈ ચૂક્યું છે, પરંતુ સારી રોગપ્રતિકારક શક્તિના કારણે જાતે જ સ્વસ્થ થયાં હોવાનું નિદાન થયું. હ્દયની સારવારનો ખર્ચ રૂ.ચાર થી પાંચ લાખનો કહ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો