મન્ડે પોઝિટિવ:ટુંક સમયમાં હવામાનની માહિતી ખેડૂતોના આંગળીના ટેરવે હશે

વ્યારા8 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હવામાનની સચોટ માહિતી માટે વ્યારાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં 8 સાધનો ફિટ કરવાનું આયોજન
 • તાપી જિલ્લાના ખેડૂતોને મોબાઇલના માધ્યમથી હવામાનની અપડેટ મળી રહેતા પાકનું રક્ષણ અને સંવર્ધન સરળ બનશે

સુરતથી 2008ના અલગ વિભાજન થઈને બનેલા તાપી જિલ્લામાં કેટલીક સુવિધાઓ ધીમે ધીમે આવી રહી છે તાપી જિલ્લાના ખેડૂતોએ હવામાન બાબતે માહિતી મેળવવા માટે અન્ય જિલ્લા પર આધાર રાખવો પડતો હતો. જેને લઈને તાજેતરમાં તાપી જિલ્લાની કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આવેલી વિવિધ શાળામાં હાલ આઠ જેટલા વિવિધ મશીનો માટેની ફાળવણી કરી મુકવા માટેની કામગીરી નું આયોજન કરાતા ખેડૂતો માટે સારા સમાચાર બની ગયા છે. આગામી પાંચ દિવસ માટે ખેડૂતો હવામાનની માહિતી મેળવી શકશે અને પોતાના પાકો માટે અનુકૂળ કામો કરી શકશે.

તાપી જિલ્લાના મુખ્ય વડા મથક વ્યારા ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે વિવિધ પ્રોજેક્ટો લાવી અમલમાં મુકાઇ રહ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ (ICAR) અને ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMA)ના સહયોગથી નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે ડિસ્ટ્રીક એગ્રો-મેટ યુનિટ (DAM U)પ્રોજેક્ટ અંતર્ગત તાપી જિલ્લા માટે હવામાન આગાહી થઈ શકશે.

વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને હવામાન બાબતે ની આગાહી માટેનું સચોટ માર્ગદર્શન મળી રહે વાને કારણે તાપી જિલ્લાના ખેડૂતો માં પાક ને લઈને યોગ્ય પરિસ્થિતિ મુજબ દવા સહિતની તમામ કામગીરીઓ કરી શકશે .હાલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જગ્યાની ફાળવણી કરી તેના સાધનો આગામી છ મહિનામાં ફીટ કરી દેવામાં આવશે જેથી આ વર્ષના પૂર્ણ થતાં સુધીમાં ખડુતોની માહિતી મળતી થઈ જશે.

8 સાધનો અને તેના ઉપયોગ

 • સન સાઈન રેકોર્ડર - દિવસ દરમિયાન કેટલા સમય સૂર્ય પ્રકાશ રહેશે તે જાણવા માટે.
 • રેઇન ગેજ- થયેલ વરસાદ નું પ્રમાણ માપવા માટે.
 • વિન્ડ વેન-પવનની દિશા જાણવા માટે.
 • સેનેમોમીટર-પવનની ગતિ માપવા.
 • સ્ટીવેન્શન સ્કિન -મહત્તમ અને લઘુતમ તાપમાન માપવા તથા હવામાન ભેજ માપવા માટે.
 • USWB પાન ઇવપોરિમેટર-પાણીનું બાષ્પીભવન માપવા માટે.
 • સોઈલ થર્મોમીટર-જુદી જુદી ઊંડાઈ એ જમીનનું તાપમાન માપવા.
 • AWS ઓટોમેટિક વેધર સ્ટેશન -ઉપરોક્ત ઉપકરણોના ઓટોમેટિક ડેટા લેવા માટે.

5 દિવસ સુધીના વાતાવરણની માહિતી મળશે
હાલ વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના જગ્યામાં આ સાધનોને ફાળવણી કરી તેને ફીટ કરવામાં આવશે. અંદાજિત એક વર્ષની અંદર તમામ સાધનો ફીટ થઇ કાર્યરત થઈ જશે જેના માટે એક કંટ્રોલરૂમ બનાવવામાં આવશે જેમાં બે અધિકારીઓ દ્વારા ખેડૂતોના મોબાઈલ ઉપર મેસેજથી માંડીને પાંચ દિવસ સુધીના વાતાવરણને લગતી તમામ બાબતોના અપડેટ આપતા રહેશે.

વેધરની માહિતી માટે અન્ય જિલ્લા પર નિર્ભર નહી રહેવું પડે
તાપી જિલ્લા ખાતે એક પણ સ્થળે હવામાન આગાહી ના સાધનો ના હોય જેને લઇને વિવિધ હવામાનનો બાબતે અન્ય જિલ્લા પર આધાર રાખવો પડતો હોય છે હવે તાપી જિલ્લામાં આસનનો ફીટ કરવામાં આવશે જેને લઇને તાપી જિલ્લાના ખેડૂતોને હવામાન બાબતે સચોટ જાણકારી મળશે. જેની મદદથી ખેડૂતો યોગ્ય નિર્ણય લઇ જરૂરી દવાથી યોગ્ય આયોજન કરી પાકને નુકસાનથી અટકાવી સાથે માવજત કરી શકશે.

સોશિયલ મિડીયાથી પણ માહિતી અપાશે
તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આઠ જેટલા હવામાન ને લગતા સાધનો આગામી સમય માં ફીટ કરવામાં આવશે. જેના કારણે પાંચ દિવસ સુધી ના હવામાનની આગાહી માટે ખેડૂતોને મોબાઈલ અને સોશિયલ મીડિયા મારફત જાણકારી મળશે. > ડો. ચેતન પંડ્યા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા કૃષિવિજ્ઞાન કેન્દ્ર, વ્યારા

અન્ય સમાચારો પણ છે...