તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:વાલોડમાં તપાસ શરૂ થતાં માટી ચોરો ભૂગર્ભમાં

વ્યારા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દિવ્યભાસ્કરના અહેવાલના પગલે ભૂસ્તર વિભાગએ તપાસ હાથ ધરી

વાલોડ તાલુકામાં કેટલાક સ્થળોએ ખાણ ખનીજ વિભાગની પરમિશન વગર માટી ખનન બેફામ બન્યું હતું, જેને લઇને દિવ્યભાસ્કર દ્વારા અહેવાલ છપાતા ગત રોજ ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા વાલોડમાં એક બે સ્થળે દેખાવ પુરતું ચેકિંગ હાથ ધરાયું હતું અને કેટલાક સ્થળોની મુલાકાત લીધી હતી, જોકે આ બાબતે ભૂસ્તર અધિકારીનો સંપર્ક કરવા છતાં તેનો સંપર્ક ન થતાં હાલમાં શું કામગીરી કરી એ બાબતે કોઈ માહિતી મળતી ન હતી.

વાલોડમાં અવારનવાર ઘણા કિસ્સા બહાર આવી રહ્યા છે, રાત્રી દરમિયાન માટી ચોરો દ્વારા માટી ખનન ખુલ્લેઆમ થઈ રહ્યું છે. વાલોડ તાલુકામાં અનેક જગ્યાએ માટી પુરાણ અને ઈટના ભઠ્ઠા પર પુષ્કળ પ્રમાણમાં માટી ચોરો માટી પહોંચાડે છે અને સરકારી સરકારી તિજોરી પર મોટો ફટકો પડે છે. વાલોડ તાલુકામાં માત્ર એક કે બે જગ્યાએ ભૂસ્તર ખાતા એ દેખાવ પૂરતું જગ્યાએ આવી તપાસ કરી જતા રહ્યા હતા જ્યારે ખરેખર આશરે 100 ભઠ્ઠા ઉપર તપાસ કરે તો મોટું માટી ખનન ઝડપાયું તેમ છે.

વાલોડમાં રાતે બફામ માટી ખનન બાબતે ભૂસ્તર વિભાગ ગંભીરતા દાખવે એ જરૂરી છે. વાલોડ વિભાગમાં તપાસ બાબતે પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો હતો. જોકે તેમણે ફોન રિસીવ નથી કરતા શું કામગીરી કરાય તે બાબત અંગે માહિતી મળી ન હતી.

73 એ એ જમીનમાં મોટી માટી ચોરી
ગરીબ આદિવાસીઓને જમીનો ઉપર માટી ખનન કરી 73 એ એ જમીનો પર શરત ભંગ કરી મોટી માટી ચોરી કરી રહ્યા છે. આદિવાસીઓની જમીન પર માટી ખનન કરતા જમીનો નષ્ટ કરવામાં આવી રહી છે, આદિવાસીઓની જમીનો ઉપર માટી ચોરી થતાં મોટા ખાડાઓને કારણે ખેતી લાયક જમીનોમાં ઘટાડો થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો