ગેરકાયદે રેતીખનન:કુકરમુંડા તાલુકામાં રેતી માફિયા બેફામ , ભૂસ્તર વિભાગ નિદ્રામાં

વ્યારા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉભદ ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાંથી દિવસ રાત ગેરકાયદે રેતીખનન

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલા ઉભદ ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં પુષ્કળ પ્રમાણમાં રેતી ખનીજ આવેલ હોવાથી પરપ્રાંતીઓ આવીને ગામના હદ વિસ્તારમાંથી રાતને દિવસ આધુનિક મશીનો તાપી નદીમાં ઉતારીને ગેરકાયદે રેતી ખનન કરીને આંતર રાજ્યમાં પાસ પરમીટ વગર રેતીનો વેપલો કરી રહ્યા હોવા છતાં પણ ભૂસ્તર વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે.

કુકરમુંડા તાલુકાના ઉભદ ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં ઉચ્ચ વિભાગના અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવે તો ગેરકાયદે રેતી ખનન કરતા રેતી માફિયાઓના મોટા મોટા માથાઓ બહાર આવે તેમ છે. કુકરમુંડા તાલુકાના ઉભદ ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં રેત માફિયાઓ પોકલેંડ, બાજ હોડી, તેમજ જી. સી. બી. જેવા અનેક સાધનો નદીમાં ઉતારીને રાત દિવસ રેતી ખનન કરી રહ્યા છે અને આજુબાજુઓના વિસ્તારમાં રેતી સ્ટોકના મોટા મોટા ઢગલાઓ ટ્રેક્ટરો અને ટ્રકો દ્વારા કરવામાં આવી રહ્યા છે

તાપી નદીમાંથી તેમજ રેતીના સ્ટોકોઓ માંથી વગર પાસ પરમીટ ગુજરાત સહિત આંતર રાજ્ય જેવા કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રેત માફિયાઓ દ્વારા 24 કલાક બેફામ રેતીનો વેપલો કરવામાં આવી રહ્યો છે. રેત માફિયા દ્વારા રોયલટીના નામે સરકારને કોરોડોનો ચૂનો ચોપડી રહ્યા છે. તેમ છતાં ભૂસ્તર વિભાગ આંખ આડા કાન કરીને બેઠું છે તે સવાલ ઉભો થાય છે.

પરપ્રાંતિય રેત માફિયાઓ દ્વારા આ વિસ્તારના ભોળા લોકોઓને પોતાની મીઠી મીઠી વાતોમાં ફસાવીને તેમની સોના જેવી બાગાયત ખેતી થઇ શકે તેવી જમીનો ભાડે લઇને તાપી નદીમાંથી ગેરકાયદે રેતી ખનન કરીને ગેરકાયદે મોટા મોટા રેતી સ્ટોક કરવામાં આવી રહ્યા છે.

કુકરમુંડા તાલુકાઓમાં ઉભદ સહીત અનેક ગામોના સીમમાંથી પસાર થતી તાપી નદીમાં આધુનિક મશીનો ઉતારીને ગેરકાયદે રેતી ખનીજની લૂંટ ચાલવામાં આવતું હોવા છતાં ભૂસ્તર વિભાગ કુંભકર્ણની નિદ્રામાં છે. કુકરમુંડાના ઉભદ સહીત અનેક ગામોની સીમમાં આવેલ તાપી નદીમાંથી રેત માફિયાઓ દ્વારા ગેરકાયદે રેતી ખનીજની લૂંટ કરી રહેલા માફિયાઓ સામે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ થાય તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...