તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:શ્રીફળના રેસામાંથી શ્રીજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં સખી મંડળની મહારથ

વ્યારા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વ્યારા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નારીયેરીના રેસાઓ માંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાની તાલીમ મહિલાઓ ને અપાઇ હતી, જે માટે ગણેશ મૂર્તિઓ બહેનો એ બનાવી હતી, પરંતુ તે અંગે તેમને યોગ્ય બજાર મળી રહ્યું ન હતું, તાપી જિલ્લા નું તંત્ર બહેનોને પડખે આવ્યું છે, અને તેમની બધી સુરત ખાતે મૂર્તિઓ વેંચાણ માટેની વ્યવસ્થા કરવાની સાથે તેઓ આ વ્યવસાઈ માં વધુ કુશળતા દાખવે તે માટે સાત લાખના સહાય ચેક પણ અર્પણ કરાયો છે.

ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની યોજના આજે સાચા અર્થમાં તાપી જિલ્લામાં સાકાર થઇ રહી છે. એમ જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયાએ આજે વ્યારા ખાતે સખી મંડળોને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ નેશનલ રૂરલ લાઈવ્લીહૂડ મિશન અંતર્ગત આ સખી મંડળને રૂા.7લાખનો ચેક એનાયત કરાયો હતો. જેના નાણાં આજે જ તેમના ખાતામાં જમા થઈ ગયા હતા. જે નાણાંથી આ બહેનો નાના ગૃહ ઉદ્યોગો શરૂ કરી શકશે. ગણેશજીની પ્રતિમા વેચાણ માટે આ બહેનોને મુશ્કેલી હતી. જે સુરત ચેમ્બર ઓફ કોમર્સ સાથે બેઠક કરીને તે મુશ્કેલી દુર થઇ ગઈ છે. આજે તમામ મૂર્તિઓ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખરીદી લેવામાં આવતા સો ટકા વેચાણ થઈ ગયું ત્યારે સખી મંડળની આ બહેનોએ અત્યંત ખુશી વ્યક્ત કરી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના ડો.ચેતનભાઈ પંડ્યા અને ટિમ દ્વારા વ્યારા દ્વારા સખીમંડળની બહેનોને તાલીમ આપવામાં આવી હતી. તેમજ ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. બોરખડી ગામના સ્નેહા સખી મંડળ અને કૈવલકૃપા સખી મંડળની બહેનોએ નાળીયેર (શ્રીફળ)ના રેસા માથી ઈકો ફ્રેન્ડલી ગણેશજીની કલાત્મક મૂર્તિઓ બનાવી અને આજે સખીમંડળના બહેનો વહીવટીતંત્રના સહકારથી આર્થિક સધ્ધરતાના માર્ગે જઈ રહ્યા છે. હજુ અમે સારૂ કામ કરશું.સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના મિષભાઈ કાપડિયાએ જણાવ્યું હતું કે મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. ટ્રાઈબલ વિસ્તારના યુવાનો, બહેનો ખૂબ સારૂ કામ કરે છે. તેમની પ્રોડક્ટ લોકલ ટુ ગ્લોબલ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું.

ખેતમજૂરી કરતા સારી આવક મળી
પહેલા અમે ખેતરમાં મજૂરીકામ કરતા હતા. સો રૂપિયા મજૂરી મળતી હતી. આજે અમે તાલીમ લઈને સજ્જ બન્યા છીએ અમને માર્કેટીંગનો પ્રશ્ન નથી. તમામ મહિલાઓ એક જૂથ થઇ સારી રીતે કામ કરીએ છીએ. અમને સારી મદદ મળી રહી છે. > જયશ્રીબેન ચૌધરી, સ્નેહા સખી મંડળ

અન્ય સમાચારો પણ છે...