તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:મિત્રના લગ્નમાં જવા નીકળેલા રૂપવાડાના યુવકો ગોવાળદેવ નજીકથી ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા

વ્યારા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
સાગના ઝાડ પર નાયલોનની દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં સોમવારે સાંજે મળી આવતા ચકચાર - Divya Bhaskar
સાગના ઝાડ પર નાયલોનની દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં સોમવારે સાંજે મળી આવતા ચકચાર
 • રવિવારે રાતે બંને યુવક નીકળ્યા હતા સોમવારે પરત ન આવતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી

વ્યારા તાલુકાના રૂપવાડા ગામે રહેતા બે યુવકો રાતે મિત્રના લગ્નમાં જવાનું કહી મોટરસાયકલ પર નીકળ્યા હતા.જે બે યુવકોની લાશ વ્યારા તાલુકાના કાજણ ગામના ગોવાળદેવના મંદિર પાછળ સાગના ઝાડ પર નાયલોનની દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં સોમવારે સાંજે મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં વ્યારા પોલીસ ઘટના સ્થળે જઈ ને બને લાશોનો કબ્જો લઈને વ્યારા પીએમ રૂમમાં મૂકી દેવાઈ હતી. આ અગમ્ય કારણસર મોતનો ગુનો નોંધી વધુ તપાસ વ્યારા પોલીસે હાથ ધરી હતી.

આ અંગે સૂત્રો પાસે થી પ્રાપ્ત વિગત મુજબ વ્યારા રૂપવાડા ગામના આંબલી ફળિયામાં અનિલભાઈ લાલજીભાઈ ચૌધરી (21) તેના પરિવાર સાથે રહે છે અને આજ ફળિયામાં જગદીશભાઈ રણજીતભાઈ ચૌધરી (22) તેના પરિવાર સાથે રહે છે. બે યુવકો મિત્રો છે અને વિવિધ સ્થળે છુટક કડીયા કામ કરી જીવન ગુજારે છે. ગત રવિવારે રાત્રે અનિલ અને જગદીશ તેમના ઘરેથી વ્યારાના કેળકુઈ ખાતે લગ્નમાં જવા બાઇક પર નીકળ્યા હતા. જે બાદ બીજા દિવસે પરત ઘરે ન આવ્યા હતા.

બીજી તરફ કાજણ ગામની સીમમાં આવેલા ગોવાળદેવ મંદિર પાછળ આવેલ એક સાગના ઝાડ સાથે બે અજાણ્યા યુવકોની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સ્થનિકોએ કાજણના સરપંચ કિરણભાઈને જાણ કરી હતી અને કિરણભાઈએ વ્યારા પોલીસ ને જાણ કરતા વ્યારા પોલીસ ઘટના સ્થળે આવી બંને લાશો નીચે ઉતારી તપાસ હાથ ધરતા આ યુવકો અનિલ ચૌધરી અને જગદીશ ચૌધરી હોવાનું બહાર આવ્યું હતું.

જે અંગે મરનારના પરિવારજનોને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવ્યા હતા આ લખાઈ રહ્યું છે. ત્યારે રાતે 8.30 કલાકે પોલીસ દ્વારા બને યુવકોના મૃતદેહ પીએમ રૂમમાં મુકાયા હતા અને પરિવારની ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરી હતી. મંગળવારે સવારે પીએમ વિધિ હાથ ધરશે.

મૃતદેહથી થોડા અંતરે જ યુવકની બાઇક મળી આવી
વ્યારાના રૂપવાડા ગામના કડીયા કામ કરતા યુવક લગ્નમાં કેળકુઈ જવાનું કહી નીકળ્યા બાદ કાજણના ગોવાળદેવ નજીક ફાસોની ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે. મૃતદેહોની થોડા અંતરે અનિલની મોટરસાયકલ પાર્ક કરેલી મળી આવી હતી. અનિલ પાસે મોબાઈલ મળી આવ્યો હતો. જ્યારે જગદીશ પાસે મોબાઈલ મળ્યો ન હતો.

એક યુવકના પિતા નથી
કાજણ ગામના મંદિર નજીક સાગના ઝાડ સાથે નાયલોનની દોરી બાંધી આપઘાત કરી લેનાર જગદીશના પિતા હયાત નથી અને માતા સાથે રહે છે. જ્યારે અનિલના પિતા ખેતીકામ કરે છે. તેની માતા અને બહેન સાથે રહેતો હતો.યુવકોના આ પગલાંથી પરિવાર આઘાતમાં છે.

આપઘાત પાછળનું કારણ હજી અકબંધ
વ્યારાના ગોવાળ દેવ મંદિરની પાછળ સાગના ઝાડ સાથે નાયલોનની દોરી વડે બન્ને યુવકોએ ફાંસો ખાવાની ઘટના અનેક રહસ્યો સર્જી રહી છે.પોલીસ દ્વારા તપાસ કર્યા બાદ સાચી હકીકત બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો