તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવીનીકરણ:વ્યારા તાલુકાના તાડકુવા અને બેડકુવા ગામે 6.65 કરોડના ખર્ચે માર્ગોની કાયાપલટ થશે, બિસમાર માર્ગોને કારણે ભોગવવી પડતી હાલાકીનો અંત થશે

વ્યારા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના તાડકુવા અને બેડકુવા ગામે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના આદિજાતિ વિકાસ,વન,મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા ના અધ્યક્ષ સ્થાને રસ્તાઓના ખાતમુહુર્ત તથા ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી ગણપતસિંહ વસાવાએ તાડકુવા અને બેડકુવા ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, આજના દિવસનું અનેરૂ મહત્વ છે.

આપણા માજી વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયીનો આજે જન્મ દિવસ છે. જેને સરકારે સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આદિવાસી સમાજના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયાના ખર્ચે યોજનાઓ લાવી રહી છે. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારની કાયાપલટ માટે સરકાર કટીબધ્ધ છે. તાડકુવા ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના 2019-20 હેઠળ રૂા.3.30 કરોડના ખર્ચે તથા બેડકુવા ગામે પ્રધાનમંત્રી ખાણ ખનિજ ક્ષેત્ર યોજના અંતર્ગત રૂા.3.35 કરોડના ખર્ચે રસ્તો પહોળો કરવાના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતુ.

કલેકટર હાલાણીએ જણાવ્યું હતું કે આદિજાતી વિસ્તારના ગામોમાં સરકારશ્રીની યોજનાઓ અંતર્ગત શહેરો જેવી સુવિધા મળી રહે તેવો વહીવટી તંત્રનો પ્રયાસ છે. તાડકુવા ગામે કાનપુરા ગામથી ફલાવર સીટી,તોરણવાટીકા થઇ નહેરવાળા કાનપુરા મુસારોડ લંબાઈ 3.50 કિ.મી. રૂ 225 લાખ તેમજ ચીખલી ગામ તરફ જતો રસ્તો રૂા.105 લાખના ખર્ચે તૈયાર કરાશે.

પંચાયત વિભાગના કાર્યપાલક ઈજનેર બારોટે વિગતો આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ખાણ ખનિજ ક્ષેત્ર યોજના અંતર્ગત બેડકુવા-ઘાસીયામેઢા રોડ લંબાઈ 4.20 કિ.મી.ના રસ્તાને પહોળો કરવાનું કામ રૂા.336.98 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. તેમજ પંચાયત બિલ્ડીંગ એટ વિલેજ બેડકુવા રૂા.14 લાખના ખર્ચે તૈયાર કરાશે. આ રસ્તાઓના કામો થકી બેડકુવા, ઘાસીયામેઢા, કાળા વ્યારા, ખોડતળાવ, કણજા ગામના લોકોને રાહત મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો