રાહત:માનસિક અસ્વસ્થ યુવતીનું પરિવાર સાથે મિલન

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર મહારાષ્ટ્રના ધૂલીયાના વતની એક મહિલાએ પોતાના ઘરેથી જાણ કર્યા વગર ગુજરાતમાં આવી હતી. વન સ્ટોપ સેન્ટરના સંચાલકો દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરી જાણકારી મેળવી પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.

વ્યારા સ્થિત રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવેલ હતો. દરમિયાન તેમનું કાઉન્સેલિંગ કરતાં બહેન ઘરેથી કહ્યા વગર ભાગી આવેલ હોવાનુ જણાયુ હતુ. મહિલાની માનસિક સ્થિતિ થોડી અસ્વસ્થ હોવાથી રેફરલ હોસ્પિટલમાં સારવાર આપી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાને કાઉન્સેલિંગ કરતાં જાણવા મળેલ કે મહારાષ્ટ્ર ધુલિયાના વતની છે, જેથી મહિલાના પરિવાર સાથે સંપર્ક કરી પોલિસ અધિક્ષકની કચેરી અને સોનગઢ પોલીસની મદદ લઈ તેમના ઘરે તેના પરિવાર સાથે પુન:સ્થાપન કરાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...