તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઈ:સોનું ચમકાવવાની લાલચમાં વ્યારાના નિવૃત્ત ચીફ ઓફિસરે 1.80 લાખના ઘરેણાં ગુમાવ્યા

વ્યારા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઘરેણા કુકરમાં નાંખી પાણી ગરમ કરવાના બહાને ગઠિયાઓ કળા કરી ગયા

વ્યારા તાલુકાના કાનપુર આ વિસ્તારમાં રહેતા નિવૃત્ત ચીફ ઓફિસર અને તેમની પત્ની રહે છે. આજરોજ સોનુ ચમકાવવાના બહાને બે ગઠિયાઓ તેમના ઘરે આવ્યા હતા અને પત્ની સાથે વાસણો ચમકાવવાની પ્રોડક્ટ વેચવા આવ્યા છે. એમ કહી વિશ્વાસ કેળવી તેમની પાસે 06 તોલા સોનુ અંદાજે 1.80લાખ નું ચમકાવવાના બહાને લઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી. ગઠીયા દ્વારા કળા કરી ગયા હોવાનું નિવૃત્ત ચીફ ઓફિસર અને પત્નીને જાણ થતાં તાત્કાલિક વ્યારા પોલીસ મથકે આવી ગુનો નોંધાવ્યો હતો.

વ્યારા પોલીસ પાસે પ્રાપ્ત વિગત મુજબ વ્યારાની કાનપુરા વિસ્તારમાં આવેલી રત્નમણિ નગર સોસાયટીમાં રહેતા નિવૃત ચીફ ઓફિસર મહેન્દ્રભાઈ નટવરભાઈ સોની અને તેમની પત્ની હેમાંગીની બહેન નિવૃત્તિ મય જીવન જીવે છે. આજરોજ મહેન્દ્ર ભાઈ પેપર વાંચતા હતા અને તેમની પત્ની અને કામવાલીબેન ઘરમાં બેસી શાકભાજી સમારતા હતા. તે દરમિયાન ઘરના પાછળના દરવાજેથી આશરે 25 થી 30 વર્ષનો ડાર્ક બ્લુ સર્ટ અને ડાર્ક બ્લુ જીન્સ પહેરેલ એક શખ્સ સાથે કાળા કલરની બેગ લઈને આવ્યો હતો.અને હેમાંગીની બહેનને પોતાની પાસે રહેલું લિકવિડનું પાઉચ બતાવી વાસણો ચમકાવવાનું લીકવીડ છે. એમ કહી બેગ માંથી એક પાવડરનું પાઉચ કાઢ્યું હતું.અને રસોડામાં મુકેલ પૂજા માટેનો તાંબાનો લોટો ચમકાવી આપ્યો.

વિશ્વાસ કેળવી ઠગો દ્વારા સોના ચાંદી ના ઘરેણાં પણ ચમકાવી આપવાની વાતો કરી હતી. જેમની વાતો માં ભોળવાય જઈ નિવૃત ચીફ ઓફિસર અને તેની પત્નીએ પહેરેલા સોનાનું મંગળસૂત્ર નંગ-1,સોનાની ચેઇન નંગ-1,સોનાની બંગાળી નંગ-2 અને સોનાની વીંટી નંગ -1 મળી કુલ 6 તોલા સોનાના દાગીના કુલ રૂ.1,80,000/- ના ઘરેણાં શરીર પરથી કાઢી બંને ઠગો ને આપ્યા હતા .બે ઠગો દ્વારા કૂકરમાં હળદર નાખી સાથે ઘરેણાં મૂકી કુકરનું ઢાંકણ બંધ કરી ગેસના ચૂલા પર મુક્યું હતા અને ત્રણ મિનિટ પછી ખોલવાનું કહી નજર ચૂકવીને તમામ ઘરેણાં લઇ નાશી ગયો હતો. કુકર ખુલ્યા બાદ સોનું ના નીકળતા ઠગો દ્વારા તેમને ઉલ્લુ બનાવી ગયા હોવાનું જણાવતા આજુબાજુમાં તપાસ કરી હતી.આ ઠગાઈ અંગે મહેન્દ્રભાઈ સોનીએ વ્યારા પોલીસ મથકે આવી પોતાની સાથે થયેલી ઠગાઇનો ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો