તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધીમે ધીમે છૂટછાટો:કોરોનાનો કહેર ઓસરતા પદમડુંગરી-આંબાપણી કેમ્પ સાઈટ ફરી શરૂ

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આંબાપાણી કેમ્પ સાઇટમાં આનંદ માણી રહેલા બાળકો. - Divya Bhaskar
આંબાપાણી કેમ્પ સાઇટમાં આનંદ માણી રહેલા બાળકો.
  • બંને સ્થળ પર રાત્રી રોકાણ કરવા ઇચ્છતા સહેલાણીઓએ RTPCR અથવા વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું પડશે

તાપી જિલ્લામાં કોરોનાનો કહેર કરતા ધીમે ધીમે છૂટછાટો કરાઈ રહી છે.જેમાં તાપી જિલ્લામાં અત્યંત મહત્વનાં ફરવાના સ્થળો પદમ ડુંગરી અને આંબાપાણી કેમ સાઈટને પણ સહેલાણીઓ માટે ખુલ્લી કરવામાં આવી હતી જોકે સહેલાણીઓએ આ સાઇટ પર રહેવા માટે ફરજિયાત આર્ટિફિશિયલ આરટીપીસીઆર વેક્સિન અને સર્ટિફિકેટ બતાવુ જરૂરી બન્યું છે.જોકે ફરવા ફરવા માટે સોશિયલ તમામ નિયમોનું પાલન કરાવવામાં આવશે

મળતી વિગતો મુજબ તાપી જિલ્લામાં કોરોના મહામારી ના કારણે છેલ્લા કેટલાય સમયથી લોકડાઉન સહિત જિલ્લાના હરવા-ફરવાના સ્થળો અને બંધ કરી દેવાયા હતા હાલ તાપી જિલ્લામાં કોરોના ના કેસો વધી રહ્યા છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિવિધ છૂટછાટ અપાઇ રહી છે જેને લઇને તાપી જિલ્લાના આવેલા વ્યારા તાલુકાના પદમ ડુંગરી ઇકો ટુરિઝમ અને આંબાપાણી ઈકો ટુરિઝમ ને સહેલાણીઓ માટે ખુલ્લાં કરી દેવાયા છે.

જોકે વન વિભાગ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ માસ્ક સહિતજરૂરી પાલન માટે લોકો ને સમજાવશે.છેલ્લા ત્રણ મહિના થઈ બંધ થયેલા પદમડુંગરી અને આંબાપની કેમ્પ ખુલી જતાં જ સુરત તેમજ મહારાષ્ટ્ર અને તાપી જિલ્લાના સહેલાણીઓ માટે આનંદના સમાચાર બની ગયા હતા લોકો ધીમે ધીમે કેમ્પ સાઇટ ઉપર હરિ ફરી રહયા છે. હાલ ચોમાસા ની શરૂઆત થતા આ બંને કેમ સાઇડ ઉપર મોટી સંખ્યામાં સુરત, તાપી, નવસારી, મહારાષ્ટ્ર થી લોકો સહિતનાં લોકો ફરવા માટે આવશે.

કોવિડ ગાઇડલાઇનું ચુસ્ત પાલન કરાવાશે
વ્યારાના પદમડુંગરી અને આંબાપણી કેમ્પ સાઇટ પર આવેલા રૂમોમાં રહેવા માટે આવનારા સહેલાણીઓ ફરજિયાત આર્ટિપીસીઆર નો ટેસ્ટ અથવા વેકશીન ના સર્ટી બતાવશે તો જ રહેવા માટે મંજૂરી મળશે. તેમજ કેમ્પ સાઇટ પર આવતા સહેલાણીઓ ને કોરોના સંક્રમણના વધે એ માટે નિયમો પડવા માટે સમજાવશે. > આનંદકુમાર, ડીએફઓ, વ્યારા વન વિભાગ

અન્ય સમાચારો પણ છે...