સમસ્યા:તાપી જિલ્લાના નાના ખેડૂતો માટે વિવિધ યોજના અંગે જાણકારી લેવા અનુરોધ

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના ખેડૂતો માટે કૃષિ યાંત્રિકરણનો ઉપયોગ વધુ નફાકારક બની શકે માટે એગ્રો સર્વિસપ્રોવાઇડર અંગેની યોજના હેઠળ સહાય મેળવવા અંગે ગ્રામ સેવક સહિત ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

તાપી જિલ્લાના તમામ ખેડૂતો કૃષિ યાંત્રિકરણનો ઉપયોગ કરી ખેતી વધુ નફાકારક બની શકે તે હેતુ માટે એગ્રો સર્વિસ પ્રોવાઇડર અંગેની યોજના હેઠળ સહાય મેળવવા ઓફલાઇન અરજી કરી શકશે. આ યોજનાનો મુખ્ય હેતુ અનુસૂચિત જાતિ, જન જાતિ, નાના-સિમાંત અને આર્થિક રીતે નબળા ખેડૂતોને ન્યુનત્તમ ભાડા દરથી જુદા-જુદા ખેતી કાર્યો કરવાં માટે સ્થાનિક ખેત ઓજાર/સાધનો એગ્રો સર્વિસ પ્રોવાઇડર દ્વારા ઉપલબ્ધ થઇ શકે. તદુપરાંત ખેતઉપયોગી સાધનો દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી કરવાનો લાભ મળે. આ યોજનામાં સામાન્ય વિસ્તારમાં નાના-સિમાંત, આર્થિક રીતે નબળા ખેડૂતોને શરૂઆતના વર્ષ 2020-21માં 40% ત્યારબાદ પ્રથમ બે વર્ષ 10% અને છેલ્લા બે વર્ષમાં 7.5 % લેખે કુલ 75% (યુનિટ દીઠ વધુમાં વધુ 7.40 લાખ) તથા આદિજાતિ વિસ્તારમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિનાં ખેડૂતોને શરૂઆતના વર્ષ 2020-21માં 50% ત્યારબાદ પ્રથમ બે વર્ષ 10% અને બે વર્ષમાં 7.5% લેખે કુલ 85% (યુનિટ દીઠ વધુમાં વધુ 8.50 લાખ) સંસ્થા દીઠ મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ સંસ્થાકીય લાભાર્થી તરીકે પ્રાઇમરી એગ્રીકલ્ચરલ કો-ઓપરેટીવ સોસાયટી, ફાર્મર ગ્રુપ, ફાર્મર પ્રોડ્યુસર કંપની, સહકારી સંસ્થા, સેલ્ફ હેલ્પ ગ્રુપ, સખી મંડળ તથા વ્યક્તિગત લાભાર્થી તરીકે સ્ટાર્ટ અપ રજીસ્ટ્રેશન ધરાવનાર કૃષિ ડિપ્લોમા, કૃષિ સ્નાતક, અનુસ્નાતક, બીઆરએસ વગેરે એગ્રો સર્વિસ પ્રોવાઇડર તરીકે કાર્ય કરવા અરજી કરી શકે છે. તાપી જિલ્લાના ખેડૂતોને આ યોજના હેઠળ સહાય મેળવવા સમય મર્યાદામાં ખેડૂતોએ ઓફલાઇન અરજી કરવાની રહેશે. 7/12 અને 8 અની નકલ, બેંક ખાતુ અધારકાર્ડ સાથે લીંક કરાવેલ હોય તેવી બેંક પાસબુકની નકલ (IFSC CODE સાથે), આધારકાર્ડ નકલ, સાધનોના ક્વોટેશન જેવા સાધનિક કાગળો સામેલ કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...