તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:વ્યારાના કુંભારવાડમાં જીઈબીએ નવી પેટી મૂકતા સ્થાનિકોને રાહત

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વ્યારા નવી પેટી અને સાફ સફાઈ કરાઈ - Divya Bhaskar
વ્યારા નવી પેટી અને સાફ સફાઈ કરાઈ
  • પેટી ખુલ્લી અને ચોમાસુ હોવાથી લોકોમાં ભય હતો

વ્યારા કુંભારવાડ વિસ્તારમાં વીજપેટી, વાયરો અને સુરક્ષાની દીવાલ જર્જરિત બનતા જોખમી બની હતી.વ્યારા જીઈબી દ્વારા સત્વરે કુંભારવાડમાં ટ્રાન્સફોર્મર સહિત સાફ સફાઈ કરી સ્થાનિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા થોડા દિવસ અગાઉ દિવ્ય ભાસ્કરમાં અહેવાલ છપાયા બાદ જીઈબી દ્વારા ટ્રાન્સફોર્મરની નવી પેટી અને સફાઈ કરતા સ્થાનિકોમાં રાહત થઇ હતી.

વ્યારા કુંભારવાડમાં વીજકંપની દ્વારા એક વીજ પેટી લગાવવામાં આવી છે. આ વીજ પેટી માં લાઈટ ચાલુ બંધ કરવા માટે ફ્યુઝ બોક્સ મુકવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી વીજ પેટી કાટ ખાયને સડવા લાગી છે. ઉપરાંત પેટીના ફ્યુઝ ખુલ્લા હતા અને ફ્યુઝ પેટી ખુલ્લી છે.

ત્યારે અહીંથી પસાર થતા રાહદારીઓ તેમજ અન્ય વાહન ચાલકો ડરનો અનુભવ કરી રહ્યા હતા. કેટલીય વાર બોક્સમાં ધુમાડા નીકળવા કે શૉર્ટસર્કિટના બનાવો બની રહ્યા છે. આ બાબતે 26 તારીખે સ્થાનિકોની મુશ્કેલી બાબતનો અહેવાલ સહતસ્વીર છાપતા વ્યારા જીઈબી દ્વારા કુંભરવાડની ટ્રાન્સફોર્મરની સાફ સફાઈ કરાવી હતી અને નવી પેટી નાખવાની કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...