સમસ્યા:વ્યારામાં બે શાળામાં એક સત્રની ફી માફ કરતાં 2400 વાલીને રાહત

વ્યારા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અનિલ સુરેશ પ્રાથમિક શાળા અને ખુ.મ.ગાંધીમાં ફી માફ

હાલ કોરોના મહામારીના કારણે અને લોકડાઉનમાં ધંધો, રોજગાર અને નોકરીને અસર થતા આર્થિક મુશ્કેલીઓ વધવા માડી હતી. બાળકોની ફી ભરવા માટે વાલીઓ મુશ્કેલીઓ વધી છે એવા સમયે વ્યારામાં શેક્ષણિક સંસ્થા ર. ફ.દાબુ કેળવણી મંડળએ વાલીઓ માટે રાહત કરી હતી. સંસ્થાની બે શાળા અનિલ સુરેશ પ્રા. શાળા અને ખુ.મ.ગાંધી પ્રા.શાળાના એક સત્રની ફી માફ કરતા સંસ્થામાં અભ્યાસ કરતા 2400 બાળકો અને વાલીઓને આર્થિક રાહત થઇ છે. વ્યારામાં ર. ફ.દાબુ કેળવણી મંડળએ વાલીઓ માટે રાહત કરી હતી. આ સંસ્થાની બે પ્રાથમિક શાળા અનિલ સુરેશ પ્રા. શાળામાં ધોરણ 1થી 8 અભ્યાસ કરતાઅંદાજિત 1100 અને ખુ.મ.ગાંધી પ્રા. શાળામાં ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા 1300 વિદ્યાર્થીઓના પ્રથમ સત્રની ફી માફ કરતા 2400 બાળકો અને વાલીઓમાં આર્થિક રાહત થઇ છે.

વાલીઓની મુશ્કેલીઓ ધ્યાને રાખી નિર્ણય
હાલની પરિસ્થિતિમાં શાળા સંચાલકોએ વાલીઓની મુશ્કેલીઓ ધ્યાને રાખી ર.ફ.દાબુ સંસ્થા ની બે શાળા અનિલા સુરેશ પ્રાથમિક શાળા અને ખુ.મ.ગાંધી શાળા ના વિધાર્થીઓ ની પ્રથમ સત્ર ફી માફ કરવાનો નિર્ણય કરાયો છે. - અજયભાઈ શાહ, ર.ફ.દાબુ કેળવણી મંડળ પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...