આપઘાત:અભ્યાસ માટે વિદેશ જવાની ના પાડતા તરૂણીએ ફાંસો ખાઇ લીધો

વ્યારા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વ્યારાની તરૂણી ભણવા માટે કોરિયા જવા માંગતી હતી

વ્યારા નગરના આર્જવ એકલવ સોસાયટીમાં એક પરિવારમાં રહેતી 17 વર્ષીય વિદ્યાર્થીનીએ વિદેશ ભણવા જવાની ઇચ્છા પોતાના માતા-પિતા સમક્ષ કરી હતી. જોકે માતા-પિતા દ્વારા 18 વર્ષની ઉંમર થયા બાદ વિદેશ ભણવા જવાનું જણાવ્યું હતું. જે બાબતે વિદ્યાર્થી ને માઠું લાગી આવતા આજરોજ પોતાના ઘરના પ્રથમ માળ પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

વ્યારા નગરના આર્જવ એન્કલવમાં અનિલભાઇ હસમુખભાઇ ચૌધરી તેના પરિવાર સાથે બે પુત્રીઓ સાથે રહે છે. નાની પુત્રી સ્તૃતીબેન ઉ.વ.17 એ સાઉથ કોરીયા ખાતે અભ્યાસ અર્થે જવાનુ ઈચ્છા હતી. જે બાબતે માતાપિતાને વાત કરી હતી. માતા-પિતાએ દીકરીની ઉમર નાની હોય 18 વર્ષની ના થાય ત્યાં સુધી અમદાવાદ ખાતે અભ્યાસ કરવાનું કહ્યુ હતુ. ત્યાર પછી પાસપોર્ટ કઢાવી ભણવા માટે જવાનું કહ્યુ હતુ. જેથી મરણ જનાર સ્તૃતીબેનને મનમા ખોટુ લાગી આવ્યુ હતુ અને તેણીએ આજરોજ ઘરે એકલી જ હતી. તે વખતે તેમના ઘરમાં પોતાની જાતે પ્રથમ માળે પગથીયા ચઢતા બીજા માળના દાદરા પાસે આવેલ લોખંડની એંગલ તથા બારી સાથે મોટુ દોરીનો એક છેડો પોતાના ગળામાં બાંધી ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ હતુ.

મૃતકની મોટી બહેન અંજનીબેન ચૌધરી (ઉ.વ. 21 )એ આ અંગે પોલિસ ફરીયાદ નોંધાવી હતી.વ્યારા પોલિસ દ્વારા જરૂરી પંચનામા કરી સગીરાની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમમાં મોકલવામાં આવી હતી. વિદ્યાર્થીના મોતના પગલે પરિવારજનોમાં ભારે શોકની કાલીમાં છવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...